તાપી યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ

0
IMG-20250802-WA0010
Contact News Publisher

મેદસ્વિતામુક્ત ગુજરાતને આગળ વધારવા નાગરિકો અને વિધાર્થીઓના સહયોગથી જાગૃતિ અભિયાન માટે યોગ સ્પર્ધા કરવામાં આવી

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૨. ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ તાપી યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા સિનિયર સીટીઝન હોલ વ્યારા ખાતે તમામ લોકો માટે યોગાસન સ્પર્ધા યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અલગ- અલગ કેટેગરીમાં યોગ સ્પર્ધામાં આશરે 100 થી વધુ ખેલાડીઓએ તેમજ અન્ય પ્રેક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું તમામ આયોજન જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી જાતવેદ આર્ય અને જિલ્લા યોગાસન કોમ્પિટિશન ડાયરેક્ટર જ્યોતિબેન મહાલે તેમજ કોમ્પિટિશન મેનેજર તરીકે ચેતનાબેન કણસાગરા અને પાર્થ કંસારાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ટેકનિકલ ઓફિસિયલ તરીકે શ્રી વૈષ્ણવી દાસ, સંદીપ પાન્ડે, મયુરભાઈ બારોટ, હંસાબેન વસાવા, ભાવનાબેન ચૌધરી, ભાવનાબેન પંચોલી જેવા યોગ વિશેષજ્ઞોએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં તમામ કેટેગરીમાં વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધાને સફળ આયોજન માટે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને તેમના જનરલ સેક્રેટરી શ્રી ઉમંગ ડોન સરના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવી હતી.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *