અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા માટે SVMIT ભરુચની મુલાકાત

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રતિનિધિમંડળે પ્રવેશ જાગૃતતા કાર્યક્રમ માટે ESPI નાં સહયોગથી SVMIT, ભરુચની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિદેશી શિક્ષણ, શિષ્યવૃત્તિઓ અને વૈશ્વિક કારકિર્દી સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપવાનો હતો.

આ કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં ડાયરેક્ટર જીવરાજભાઈ પટેલ તથા પ્રિન્સિપલ ડૉ. દિપક દેઓરેનાં માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડિનેટર પ્રોફેસર વિશાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. પ્રોફેસર વૈશાલી પટેલ દ્વારા પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે માર્ગદર્શન આપવા બદલ ESPI નાં ડૉ. શિવમ મુન્શી તથા અમેરિકન યુનિવર્સિટી ઓફ માલ્ટાનાં પ્રોફેસર ડૉ.અશોક શ્રીવાસ્તવ તથા તુલિકા શ્રીવાસ્તવનાં પ્રયાસોની પ્રશંસા કરી.

તસવીર : વિજય પટેલ

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *