તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

લોકપ્રશ્નોનો પ્રક્રિયાલક્ષી નહીં પણ પરિણામલક્ષી નિકાલ થાય તે જરૂરી: કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૯  તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં કલેક્ટરે અરજદારો દ્વારા જિલ્લા અને તાલુકા સ્વાગત કરવામાં આવેલા પ્રશ્નો તેમજ અન્ય પોર્ટલો ઉપર નાગરિકો દ્વારા અપલોડ કરવામાં પ્રશ્નોના પ્રક્રિયાલક્ષી નહીં પરંતુ અસરકારક અને પરિણામલક્ષી નિકાલને પ્રાધાન્ય આપવા સૂચના આપી હતી.

પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ દ્વારા આગામી ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનાર કાર્યક્રમ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી લાભાર્થીઓની માહિતી મેળવી હતી.

આ ઉપરાંત, બેઠકમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, એજી ઓડિટ પારા, સરકારી નાણાંની વસુલાત, તકેદારી આયોગની અરજીઓ, ઇ-સરકાર પોર્ટલની અમલવારી અંગે તેમજ સાંસદ-ધારાસભ્યોની રજૂઆત જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં સરકારી નાણાંની સમયસર વસુલાત સુનિશ્ચિત કરવા, સાંસદ-ધારાસભ્ય અને પદાધિકારીઓના પ્રશ્નોનો યોગ્ય અને સમયસર ઉકેલ કરવા, તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે તાત્કાલિક તપાસ કરીને અહેવાલ રજૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય સર્વ શ્રી જયરામભાઈ ગામીત, મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other