ગણેશ મહોત્સવને અનુલક્ષીને કેટલાક પ્રતિબંધો ફરમાવતું તાપી જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Contact News Publisher

મૂર્તિઓની ઊંચાઈ, ઝેરી રંગો, નદી-તળાવમાં વિસર્જન અને જાહેર સ્થળે મૂર્તિઓના સરઘસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : 15. આગામી ગણેશોત્સવ દરમિયાન તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક તાપી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તાપી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂંક સમયમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે. આગામી સમયમાં ગણેશ સ્થાપના દિવસ તા.૨૭.૦૮.૨૦૨૫ થી લઈ તા. ૦૭.૦૯.૨૫ વિસર્જન સુધી ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોઇ સ્થાપના બાદ ઘાર્મિક રીતિ રીવાજ મુજબ પ્રસંગ વિત્યા બાદ આ પ્રતિમાઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં કેમીકલયુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ગણેશ ઉત્સવ તહેવારની ઉજવણીને લઇ આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને લઇ આ તહેવારની ઉજવણી દરમ્યાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબનાં કૃત્યો ઉપર પ્રતિબધ મુકવામાં આવ્યા છે.

આ જાહેરનામા અનુસાર (૧) શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯ (નવ) ફુટ કરતા વધારે ઉચાઈની બનાવવા, વેચાણ, સ્થાપના કરવા પર પ્રતિબંધ,શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૦૫ (પાંચ) ફુટથી વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ. (માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં અથવા નક્કી કરેલ વિસર્જન સ્થળોએ કરવાનું રહેશે, મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેંચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર પ્રતિબંધ.

શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેંચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહિ, કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવી નહિ,ગણેશ મહોત્સવના પંડાલો, જાહેરમાર્ગો, જાહેરસ્થળો પર રાખવા નહિ, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર પ્રતિબંધ,ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર પ્રતિબંધ, પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવુ નહિ, મુર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવો નહી.આ પ્રતિબંધ જિલ્લા બહારથી ગણેશજીની મુર્તિ લાવી વેચતા મુર્તિકારો અને વેપારીઓને પણ લાગું પડશે.આ હુકમ તા. ૦૭.૦૯.૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other