તાપી જિલ્લાના ખોગળગામ – શિરીષપાડા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેરનામું
ખોગળગામ – શિરીષપાડા રોડ પર આવેલ મેજર બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૨. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ખોળગામ-શીરીપાડા રોડ કિ.મી. ૨.૭૦ થી ૧૨.૦૦ સુધીના મેજર બ્રિજ પરથી ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવો ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક છે. ચોમાસાની સીઝનમાં ખાડીમાં પૂરનુ પાણી મોટા પ્રમાણમાં આવતુ હોય, તેવા સંજોગોમાં હાલનુ કામચલાઉ ડાયવર્ઝન ચોમાસા દરમિયાન ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોવાથી સદર રસ્તાનો વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિકને તાલુકા મુખ્ય મથક સોનગઢ જવા-આવવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ અંગે તાપી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામું જાહેર કરાયું છે.
આ જાહેરનામા મુજબ ૧૧/૦૮/૨૦૨૫ સુધી આ માર્ગ બંધ રહેશે અને વાહન વ્યવહાર માટે ખોગળગામ-શીરીષપાડા રોડ (૨) ઘુંટવેલ-વાડીરૂપગઢ રોડ (૩) શીરીષપાડા એપ્રોચ રોડ જોઇનીંગ ઘૂંટવેલ-વાડીરૂપગઢ રોડ (૪) વાડીરૂપગઢથી શીરીષપાડા રોડ (૫) બરડીપાડા એપ્રોચ રોડ તા.આહવા, જિ.ડાંગ (૬) એન.એચ.-૯૫૩ બરડીપાડા-સોનગઢ રસ્તાને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.
જાહેરનામા મુજબ લોકોને આ સમયગાળા દરમ્યાન આ માર્ગ ન વાપરવાની સુચના આપવામાં આવી છે. વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓએ અનુકૂળ ટ્રાફિક વ્યવસ્થાનો સહકાર આપવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

