ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા

Contact News Publisher

સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે : કિરીટ પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉમેદવારોએ વર્તમાન પ્રમુખ બળદેવભાઈ પટેલની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી હતી. જેની સામે કોઈપણ ઉમેદવારી ફોર્મ ન ભરાતાં આજરોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જે આ મુજબ છે. 1. પ્રમુખ: બળદેવ પટેલ (કુંદિયાણા પ્રા. શાળા) 2. સિનિયર કાર્યવાહક પ્રમુખ: બ્રિજેશ પટેલ (બી.આર.સી. કો-ઓર્ડિનેટર, ઓલપાડ) 3. કાર્યવાહક પ્રમુખ: ચિરાગ પટેલ (જીણોદ પ્રા.શાળા) 4. મહામંત્રી: મહેન્દ્રસિંહ ઠાકોર (બલકસ પ્રા.શાળા) 5. ઉપપ્રમુખ: પરેશ પટેલ (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, પિંજરત) 6. ઉપપ્રમુખ: સતિષ પરમાર (શિવાજીનગર પ્રા.શાળા) 7. ઉપપ્રમુખ: રવિન્દ્ર પટેલ (ટકારમા પ્રા.શાળા) 8.ઉપપ્રમુખ: પરેશ પટેલ (વડોલી પ્રા.શાળા) 9. મહિલા ઉપપ્રમુખ: જાગૃતિ પટેલ (કરંજ પ્રા.શાળા) 10. મહિલા ઉપપ્રમુખ: કૈલાશ વરાછીયા (ઓલપાડ મુખ્ય પ્રા.શાળા) 11. નાણાંમંત્રી: મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ પ્રા. શાળા)

ચૂંટણી કાર્યાલય એવાં બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહીને સતત છઠ્ઠી ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ વરાયેલ બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારથી વધાવી સંગઠનની એકતાનાં દર્શન કરાવ્યા હતાં.

આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વનો નથી. હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે. સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો કાબેલ પ્રહરી છે. તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. અંતમાં બિનહરીફ પ્રમુખ બળદેવ પટેલે તમામ હોદ્દેદારો વતી પોતાનાં પર મૂકેલ વિશ્વાસ બદલ તાલુકાનાં તમામ શિક્ષક ભાઈ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ)

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *