ઉચ્છલના ખાબદા પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૮. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલ ખાબદા પ્રાથમિક શાળા ખાતે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત જનભાગીદારી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાબદા અને બાબરઘાટના ૩૦૦ થી વધુ ગ્રામજનોએ કેમ્પમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરકારી યોજનાઓઅંગે માહિતી મેળવી અરજીઓ નોંધાવી જાતિ પ્રમાણપત્ર,આયુષ્માન કાર્ડ, માતૃત્વ સહાય,આધારકાર્ડ, આવાસ, રેશનકાર્ડની લગતી કામગીરી, ગંગાસ્વરૂપ યોજના, કિસાન સન્માન નિધિ યોજના, જનધન બેક એકાઉન્ટ, પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા યોજના તથા મનરેગા જેવી યોજનાઓના લાભો સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવી રાજી થયા હતા.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *