વ્યારા તાલુકાના ચીખલી અપટુ ખડકા- ચીખલી રોડની મરામત કરવાની કામગીરી કરવામાં આવી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૭. તાપી જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી પંચાયત હસ્તકના માર્ગ-મકાન વિભાગની ટીમો મશીનરી સાથે જિલ્લામાં ખડે પગે રહી ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના પગલે નુકશાનગ્રસ્ત રસ્તાઓની મરામત કરવાની કામગીરી કરી રહી છે. તાજેતરમાં વ્યારા તાલુકાના ચીખલી અપટુ ખડકા- ચીખલી રોડ ઉપર થયેલ નુકશાનની મરામત કરવાની કામગીરી મેટલ પેચવર્ક કરી કરવામાં આવી હતી. તાપી જિલાના માર્ગ અને મકાન વિભાગ-પંચાયત હસ્તકના વિવિધ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરીંગની કામગીરી ગત રોજ કરવામાં આવી હતી.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

