ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ધરતી આબા જનભાગીદારી કેમ્પ યોજાયો
ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામિતનાના હસ્તે યોજનાનો લાભ વિતરણ કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩ જુલાઈ. ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત જનભાગીદારી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીતે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોધાવી લાભાર્થીઓને જાતિ પ્રમાણપત્ર, આયુષ્માન કાર્ડ, વિજળી જોડાણ, માતૃત્વ સહાય સહીતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કર્યું હતું.
ઉચ્છલ તાલુકાના સાકરદા ક્લસ્ટરમાં સમાવિસ્ટ સાકરદા, ધજ, સસા, નુરાબાદ અને કટાસવાણના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને અરજી કરી લાભ લીધા હતા. કાર્યક્રમમાં વિભાગીય અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
