તાપી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. તાપી જિલ્લા કલેક્ટર કચેરી, વ્યારા ખાતે કલેક્ટર ડો. વિપિન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પડતર અરજીઓ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો,એજી ઓડિટ પારા, સરકારી નાણાંની વસુલાત, તકેદારી આયોગની અરજીઓ, ઇ-સરકાર પોર્ટલની અમલવારી અંગે તેમજ સાંસદ-ધારાસભ્યોની રજૂઆત જેવી મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી.

બેઠકમાં કલેક્ટરશ્રીએ સરકારી નાણાંની સમયસર વસુલાત સુનિશ્ચિત કરવા, સાંસદ-ધારાસભ્ય અને પદાધિકારીઓના પ્રશ્નોનો યોગ્ય અને સમયસર ઉકેલ કરવા, તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે તાત્કાલિક તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other