વ્યારામાં તા. ૨૫ જૂનના સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે
રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલમાં કાર્યક્રમ યોજાશે
——
જિલ્લા કલેકટર શ્રી ડૉ.વિપિન ગર્ગેની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત બેઠક યોજાઇ
——
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારામાં તા. ૨૫ જૂનના રોજ સંવિધાન હત્યા દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે કરવામાં આવશે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રી ડૉ.વિપિન ગર્ગેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમના અનુસંધાને કાર્યક્રમની રૂપરેખા, સ્ટેજ વ્યવસ્થા, ટુ વે કનેક્ટિવિટી, મહેમાનોનું ઉદ્દબોધન અંગે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. સંવિધાન હત્યા દિવસની ઉજવણી પ્રસંગે શાળાઓમાં કટોકટી સંબધિત પ્રદર્શન ગોઠવવા, ફિલ્મનું પ્રસારણ, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન, કોલેજોમાં ચર્ચા- સેમિનારનું આયોજન કરવામાં આવશે. માય ભારત વોલીયેન્ટર્સ દ્વારા મશાલ યાત્રા આયોજિત કરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા આપતકાલ (કટોકટી) ના ૫૦ વર્ષની યાદમાં રાજયકક્ષાનો સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આધ્યક્ષતામાં યોજાશે. આ ઉપરાંત ૧૬ જિલ્લાઓમાં અને ૧૭ મહાનગરપાલિકાઓના વિસ્તારમાં સમાંતરપણે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. લલિતકલા અકાદમી દ્વારા રાજ્ય ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બગુલિયા, નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર બોરડ, પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ——
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
