ઈનર વ્હીલ ક્લબ ઓફ વ્યારા દ્વારા ગર્લસ હોસ્ટેલમાં વોટર કુલરનું દાન – ઉનાળામાં શીતળ સહારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઇનર વ્હીલ ક્લબ વ્યારા (District -306) દ્વારા એક સરાહના પાત્ર સેવાકીય કાર્ય તરીકે છોકરીઓની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે ઠંડા પાણીના વોટર કુલર નું દાન આપવામાં આવ્યું .આ કાર્યક્રમની શરૂઆત ક્લબના ISO સંગીતાબેને ઇનરવ્હીલની પ્રાર્થના સાથે કરી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત આપવામાં આવી હતી.
આ પ્રસંગે વોટર કુલરનું ઉદઘાટન District -306 ના ચેરપર્સનશ્રી ભવિતાબેન દેવરે અને ESO PDC બીનાબેન દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્ય શ્રી ડો.આશિષભાઈ શાહ, સંસ્થાના કાર્યકારી અધિકારી, દાતાશ્રીઓ, હોસ્ટેલ ના વોર્ડન, innerwheel ના પ્રમુખ મીનાક્ષીબેન શાહ ,સેક્રેટરી ફાલ્ગુનીબેન રાણા તથા ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચેરપર્સનશ્રી ભવિતાબેન દેવરે જણાવ્યું હતું કે “આવો સાદો પણ ઉપયોગી ઉપક્રમ સમાજની જરૂરિયાતો પૂરી પાડવા માટે ખરા અર્થમાં મદદરૂપ થશે.” વિદ્યાર્થીનીઓ માટે આ સહાય ખૂબ ઉપયોગી સાબિત થશે. એવું દરેક જણે જણાવ્યું હતું. વોટર કુલર મળવા બદલ હોસ્ટેલના વોર્ડન શીતલબેને ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન દિપાલીબેન શાહે સુંદર રીતે કર્યું હતું. ઈનર વ્હીલની આ સેવા પ્રવૃત્તિ સમાજ સેવાનો ભાવ દર્શાવે છે અને બહેનો માટે સુખદ વાતાવરણ નિર્માણ કરે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.