તાપી જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ની પ્રુવન ટેલેન્ટ કસોટી તા.૨૯ મે ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાપુતારા ખાતે યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) માં પ્રવેશ માટે પ્રુવન ટેલેન્ટ કસોટી નું આયોજન વિવિધ જિલ્લા વાઇસ કરવામાં આવ્યું છે. જેમાં તાપી જિલ્લાની કસોટી તા.૨૯/૦૫/૨૦૨૫ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાપુતારા ખાતે યોજાનાર છે.
આ કસોટીમાં એથ્લેટિક્સ, આર્ચરી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ચેસ, ફેન્સીંગ, ફૂટબોલ, જીમ્નાસ્ટિક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, ખોખો, લોન ટેનિસ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવાનડો, વોલીબોલ, કુસ્તી થઈ કુલ ૨૧ રમતો નો સમાવેશ કરેલ છે. આ કસોટીમાં ઉપરોક્ત રમતમાં છેલ્લા ૦૨ વર્ષમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેળવેલ મેડલ,રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં મેળવેલ મેડલ અથવા રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ ખેલાડીઓ આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ પસંદગી પ્રક્રિયામાં તા. ૦૧/૦૧/૨૦૧૦ અને તે પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તાપી જિલ્લાના લાયકાત ધરાવતા ઇચ્છુક ખેલાડીઓએ એક દિવસ પૂર્વે એટલે તા. ૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાપુતારા ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. આ ઉપરાંત વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારી, તાપીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.