ભડભુંજા ખાતે ટ્રેનની અડફેટે આવી જઈ જીવ ગુમાવનાર અજાણ્યા પુરૂષની ઓળખ થાય અથવા વાલીવારસોને જાણતા હોવ તો રેલ્વે પોલીસને જાણ કરશો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન વણઓળખાયેલ અકસ્માત મોત નંબર : ૭૧/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ, મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૬૦ રહે. જણાયેલ નથી. તા. ૧૯/૦૪/૨૦૨૫ ના રોજ કલાક : ૦૪/૪૦ વાગ્યે ભડભુંજા રેલ્વે સ્ટેશનની પુર્વે કિ.મી.નં.૮૯/૩૧ ની પાસે આવેલ રેલ્વેની ટ્રોલી મુકવાની જગ્યાની બાજુમાં અપ રેલ્વે લાઈનની વચ્ચે ટ્રેન નં. ૧૯૧૦૬ ભુસાવલ-ઉધના મેમુ ટ્રેનની અડફેટે આવી જતાં માથાની ખોપડી ફાટી જતા અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે મરણ ગયેલ જે મરનારની લાશની ઓળખ થયેલ ન હોય જેના વાલીવારસો અંગે તપાસ કરતાં આજદિન સુધી મળી આવેલ નથી જે મરનાર પુરૂષ તથા તેની લાશ ઉપરના કપડાનું વર્ણન તથા ફોટો આ મુજબ છે. જેની ઓળખ થાય અથવા તેના વાલીવારસોની ભાળ મળ્યેથી મો.નં. ૮૩૨૦૩૦૫૯૬૦ ઉપરઅથવા રેલ્વે પોલીસ સ્ટેશનને જાણ કરવા નમ્ર વિનંતી કરાઈ છે.

મરનારની લાશનું વર્ણન:-

એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૬૦ બાંઘો-પાતળો, ઘઉં વર્ણની ઉંચાઇ ૫ X ૨ ” છે.

લાશ ઉપરના કપડાનું વર્ણન :-

કાળા કલરનો ફાટેલો શર્ટ તથા જાંબલી કલરનો જાંગીયો પહેરેલ છે.

શરીર ઉપરની નિશાની :-

ડાબા હાથે કાંડાના ભાગે ‘ક્રોસ’ નું ટેટુ

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other