ભાંડુત ગામની સ્નેહા પટેલનું નારી તુ નારાયણી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું

0
IMG-20250418-WA0015
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મહિલા સશક્તિકરણ અંતર્ગત સુરત ખાતે પેજ થ્રી મેગેઝીન આયોજીત એક વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. જેમાં નિખિલ મદ્રાસી અને તેમની ટીમ તથા રોટરી ક્લબ, સુરત દ્વારા પોતાનાં કાર્યક્ષેત્રમાં વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી હોય એવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જીવન ભારતી સ્કૂલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કુલ ૭૫ જેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. જેમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામની વતની સ્નેહા ધર્મેન્દ્રકુમાર પટેલનું પણ ‘નારી તુ નારાયણી એવોર્ડ ૨૦૨૫’ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પોતાનાં માદરે વતન સહિત તાલુકાનું નામ રોશન કરનાર આ હોનહાર દીકરીને ગ્રામજનોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other