વ્યારા ખાતે રેલ્વે ટ્રેનની ટક્કર વાગતા મરનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.-૪૧/૨૦૨૫ B.N.S.S. કલમ-૧૯૪ મુજબના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.-૩૦ ના આશરાનો તા.-૦૭/૦૩/૨૦૨૫ ના કલાકઃ-૧૯/૧૫ વાગ્યા પહેલાં વ્યારા રેલ્વે સ્ટેશનની પુર્વે કિ.મી.નં-૫૮/૬-૮ ની વચ્ચે ડાઉન રેલ્વે લાઇન ઉપર ટ્રેન નં-OMS/SPL ની આગળ લાઇન ક્રોસ કરવા જતાં ટ્રેનની ટક્કર વાગતા માથાના ભાગે તથા શરીરે થયેલ ગંભીર ઇજાઓને કારણે મરણ ગયેલ છે. જે મરનાર પુરૂષની લાશની ઓળખ થયેલ નથી. જે મરનાર પુરૂષ તથા તેની લાશ ઉપરના કપડાનું વર્ણન તથા ફોટા નીચે મુજબ છે. જેને કોઈ ઓળખતું હોય અથવા વાલીવારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના ટેલીફોન નં.-૬૩૫૯૬૨૮૫૧૨ ઉપર જાણ કરવા વિનંતી કરાઈ છે.
મરનારની લાશનું વર્ણન:- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.-૩૦ ના આશરાનો ઉચાઇ:- ૫ x૪ બાંધો :-મજબુત, રંગે ઘઉં વર્ણનો
લાશ ઉપરના કપડાનું વર્ણન :- બદનમાં ક્રીમ કલરનું આખીબાયનુ શર્ટ તથા કમરે રાખોડી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.