SMAP ફાઉન્ડેશન, યુથ ફોર ગુજરાત અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંયુક્ત ઉપક્રમે સાડી અન્ય વસ્તુઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ અને ભૂતપૂર્વ રેલ્વે પીએસી સભ્ય, સમાજસેવક શ્રી છોટુભાઈ પાટિલજીની 61મી જન્મજયંતિ નિમિત્તે તા.17/04/2025 ગુરુવાર ડો. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ સંચાલિત પાઠદાન કેન્દ્ર વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરીવાર (SMAP ફાઉન્ડેશન), યુથ ફોર ગુજરાત અને ગંગા સમગ્ર તાપી પ્રાંત ના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ બેગ, સ્કેચ પેન તથા ઉનાળાની ગરમીથી રાહત મેળવવા ગુકોન સી પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિધવા બહેનોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી સમાજને એક ઉમદા અને ઉત્તમ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું હતું.વ્યારા શહેરના અગ્રણી મહાનુભાવો, રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો, ડો.હેડગેવાર સ્મૃતિ સમિતિ ની બહેનો, ગંગા સમગ્ર તાપી પ્રાંત ના પ્રતિનિધિઓ, વડીલો અને #SMAP ભારતના કો ઓર્ડીનેટર શ્રી સુનિલભાઈ પાટીલ ખાસ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.