‘ ક્રિડા ભારતી’ દ્વારા વ્યારામાં રસ્સાખેંચ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૧૬. અખિલ ભારતીય સંસ્થા “ક્રિડા ભારતી” દ્વારા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વ્યારાના પટાંગણમાં અને ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના સહયોગથી રસ્સાખેંચ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 20 ટીમોના 160 ખેલાડી ભાઈઓ- બહેનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ‘ક્રિડા ભારતી’ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષશ્રી પુરુષોત્તમભાઈ ઠુમ્મર ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. ભારતમાં કુલ 750 જિલ્લાઓ માંથી 550 જિલ્લાઓમાં ‘ક્રિડા ભારતી’ કાર્યરત છે શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું કે રમત ગમતથી ચરિત્ર નિર્માણ અને ચરિત્ર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ક્રીડા ભરતી અંતર્ગત પ્રશિક્ષણ શિબિરો, ઓનલાઈન કસોટીઓ, તથા અન્ય શારીરિક પ્રવૃતિઓ થાય છે. સંસ્થાના ઉદ્દેશ અને વિવિધ કાર્યોની તથા ઉત્સવોની વિવિધ છણાવટ કરીને તેમણે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી અને “સંસ્કાર ભારતી “ગુજરાત પ્રાંતના ‘સાહિત્ય કલા’ સંયોજક નૈષધ મકવાણાએ યુવાનોને ખેલદિલી પૂર્વક રમવા અને પોતાની તંદુરસ્તી જાળવવાની વાત કરીને ખેલકૂદ વિષયક પોતાનું સ્વરચિત ગીત ગવડાવીને ઉત્સાહ વધાર્યો હતો
કુલ વીસ ટીમો પૈકી અંડર-16 બહેનોની કેટેગરીમાં ‘પટના પ્રાઈડે’ પ્રથમ અને ‘સરસ્વતી ઈલેવને’ બીજો ક્રમ મેળવ્યો હતો. અપર-16 બહેનોની કેટેગરીમાં ‘ગુજરાત જાયન્ટ્સ ‘ પ્રથમ ક્રમે અને ‘વ્યારા, કોલેજની ટીમે બીજા ક્રમાંક મેળવ્યો હતો. અપર-16 બહેનોની કેટેગરીમાં બોરપાડા ટીમ પ્રથમ અને કૃષિ પોલિટેકિનક, વ્યારાની ટીમે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અંડર-16 ભાઈઓની કેટેગરીમાં કે.બી.પટેલ. સ્કૂલનો પ્રથમ ક્રમ તથા તાલુકા શાળા વ્યારાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. અપર-16 ભાઈઓની કેટેગરીમાં ‘આમજી ઈલેવન’ સોનગઢની ટીમ પ્રથમ અને બીજા ક્રમે ‘ડોલારા ઈલેવન’ આવી હતી. તમામ વિજેતા ટીમોને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રી કમલેશભાઈ પાટણવાડિયા અને રણજીતભાઈ ચોધરીનો સહયોગ રહ્યો હતો.
ક્રિડા ભારતીના નવસારી વિભાગ સંયોજક શ્રી મિલન પટેલના આયોજનમાં શ્રી કમલેશભાઈ પાટણવાડિયા શ્રી સુનિલ ગામીત શ્રી હેમંત ગામીત શ્રી રણજીતભાઈ ચૌધરી, શ્રી વિરલભાઈ પરમાર, શ્રી સંજય ગામીત, શ્રીમતી રક્ષાબેન ગામીત, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી અને શ્રી કેસર ખટાણા સાથે રમતગમતના કોચ તથા અન્ય કાર્યકરતાઓ મળીને 300 જેટલા લોકોએ રમતવીરોનનો ઉત્સાહ વધાર્યો હતો.
આગામી વર્ષ 2036માં ગુજરાતમાં ઓલમ્પિક યોજાવાની સંભાવના હોવાથી ક્રિડા ભારતી વધુ યુવાનોને રમતોમાં જોડાવા પ્રેરિત કરવા માટે સતત પ્રયાસશીલ છે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.