સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો

Contact News Publisher

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ડોંગરીપાડા ગામે ૩૧૨ જેટલા શ્રમિકોને રોજગારી નો લાભ મળ્યો

સામાજિક અંતર જાળવી પાથમિક સારવારની આરોગ્યની સુવિધાઓ સાથે મનરેગા યોજના અંતર્ગત તળાવો અને ચેકડેમ રિસ્લતિગ નું કામ શરૂ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જિલ્લામાં લોકડાઉન વચ્ચે ઠપ થયેલ સરકારની મનરેગા યોજના અંતરના સ્થાનિક લોકોને લોક ડાઉનલોડ વચ્ચે ગામના સરપંચ દ્વારા વહીવટી મંજૂરી લઈ સામાજિક અંતર જાળવી રોજગારી આપવા સાથે તેમને યોગ્ય મહેનતાણું આપવા સાથે સ્થાનિકોને રોજગાર મરતા ખુશી જોવા મળી હતી. દેશમાં લોકડાઉન ના કારણે ઘણા ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે ગામડેથી શહેરમાં ધંધા રોજગાર અથે આવતા શ્રમિકો પોતાને માદરે વતન પરત ફરી રહ્યા છે રોજગાર ધંધા થ પ થવાના કારણે લોકોને આર્થિક આવક બંધ થઈ ચૂકી છે સરકાર દ્વારા જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજનો વિતરણ કરવામાં આવી રહ્યું છે અનાજ પરિવારોના સભ્યો વધુ હોવાથી ક્યારેક ખોટી પણ શકે છે એમજ અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે આર્થિક રીતે સદ્ધર હોવું પણ જરૂરી છે ત્યારે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ડોંગરી પાડા ગામે શ્રમિક પરિવારોને રોજગારીની તકો ઉભી કરવા પરિવારને આર્થિક મદદ ઊભી થાય તે હેતુસર ડુંગરીપાડા ગામના 80 ટકા લોકો બહારગામ રોજગારી માટે જતા હોય છે લોકડાઉન ના કારણે બેરોજગાર બનેલા ગામના લોકોએ ગામના સરપંચ વીરસીંગભાઇ સેગજીભાઈ વસાવા અને અને તલાટી કમ મંત્રી જીગ્નેશભાઈ ચૌધરી એ તાલુકાના મનરેગા અધિકારી ને રજૂઆત કરતા મંજૂરી આપવામાં આવી હતી લોકડાઉન ના અમલવારી સાથે તમામ નિયમોનું પાલન કરી આશરે ૩૧૨ જેટલા શ્રમીકોને રોજગારી આપવામાં આવી હતી ગામના સરપંચ દ્વારા ખાસ ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની વિકટ પરિસ્થિતિ સામે તળાવ અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામના સ્થળે કોરોનાવાયરસ ને લગતા સલાહ અને સુચના આપવામાં આવે છે ગામના સરપંચ આગેવાન સ્થળ ઉપર ઉભા રહી સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપે છે અને ખાસ કરીને સોશિયલ  રાખવામાં આવે છે મહત્વનું છે કે એક તરફ લોકડાઉન ના કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઇ ચૂકયા છે ત્યારે મનરેગા સ્થાનિકોને રોજગારી મરતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *