અંકલેશ્વરની સ્ટેશન શાળા નંબર 22 નાં શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત સ્ટેશન શાળા નંબર 22 નાં મદદનીશ શિક્ષિકા હંસાબેન પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારોહ શાળા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં મુખ્યશિક્ષક યોગેન્દ્રસિંહ વાંસદીયા, નગર પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ ગજેન્દ્ર પટેલ, વિવિધ શાળાનાં મુખ્યશિક્ષકો, નિવૃત્ત શિક્ષકો તથા પરિવારજનોએ ઉપસ્થિત રહી હંસાબેન પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લેતાં શિક્ષિકા બહેન દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.