ઉકાઈ પીએચસી ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સામગ્રી વિતરણનો કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : આજ રોજ દિવ્યાંગ વ્યક્તિને સાધન સામગ્રી આપવાનો કેમ્પ ” પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉકાઈ” ખાતે યોજવામાં આવ્યો. જેમા ઉકાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે લાભાર્થી ઓના કપાયેલા હાથ , પગ તથા કાનના બહેરાશ વાળા , લક્વા વાળા વ્યક્તિ ઓની તપાસ કરવામાં આવી હતી. તેવા કુલ વિતરણ 62. કાનના લાભાર્થીઓ 24 અને 16 વિકલાંગ લાભાર્થીઓ (કપાયેલ હાથ અને પગ વાળા ) 22 લાભાર્થી ને ટ્રાઈસિકલ, વહીલ ચેર, વોકર, સ્ટીક વગેરે સાધનો આપવામાં આવ્યા. આજ ના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી ભરત ભાઈ શાહ (પ્રમુખ સુરત માનવ સેવા સંઘ ( છાંયડો) સુરત ની દિકરી કિર્તિબેન શાહ તથા દિવ્યાંગ વ્યક્તિઓને આપનાર તમામ સાધન ના મુખ્ય દાતા એવા શ્રી જીતેન્દ્ર ભાઈ (રોકમેન એડવાન્સ કમ્યોઝીટ પ્રાઈવેટ લિમિટેડ) આજના વિતરણ કાર્યક્રમના ભોજનદાતા શ્રીમતી ઈલાબેન દેસાઈ તથા તાલુકા આરોગ્ય અધિકારી સોનગઢ ના શ્રી ડૉ. હેતવભાઈ સાદડીવાલા સાહેબ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉકાઈ ના મેડિકલ ઓફિસર શ્રીડો. ભાવના બેન પટેલ ત્યાર બાદ કેમ્પ વિષે અને છાંયડો સંસ્થા વિષેની વિસ્તૃત માહિતી સંજયભાઈ દેસાઈ એ આપી હતી. ત્યાર બાદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. હેતવ સાદડીવાલા સાહેબે કેમ્પ ને લગતી માહિતી આપી હતી. તથા તાલુકા સુપરવાઈઝર શ્રી રાજેશ ભાઈ શેઠ દવારા આગામી કેમ્પ ક્યા રાખવો તે અંગે ની ચર્ચા કરવામાં આવી હતી. રોટરી કલબ વ્યારા ના મંત્રી શ્રીમતી રીનલબેન ગાંધી હાજર રહ્યા હતા. બીજા બધા ” છાંયડો” સાથે જોડાયેલ એવા શ્રી વાસવ ભાઈ દેસાઈ, મુકેશભાઈ શાહ તથા ડો દામજી ભાઈ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શ્રી નિરવભાઈ, ભુપેન્દ્ર ભાઈ એ તથા ઉકાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આવતા આશા વર્ક૨ બહેનો ,Mphw તથા Fhw બહેનો એ કામગીરી કરી હતી. તથા ડૉ. ભાવનાબેન પટેલ ને ” છાંયડો” સંસ્થા દ્વારા “પ્રશસ્તિ પત્ર” આપવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત આચાર્ય શ્રી અમૃતલાલ વડાવિયા એ કર્યુ હતું અને આભારવિધિ નિવૃત્ત આચાર્ય શ્રી સંજયભાઈ દેસાઈએ કરી હતી. અને સૌ એ સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other