કામધેનુ યુનિવર્સિટીમાં દ્વિતીય વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

0
કામધેનુ યુનિવર્સિટીમાં દ્વિતીય વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા આજ રોજ દ્વિતીય વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત વિવિધ વિસ્તરણ કેન્દ્રોના વાર્ષિક કાર્યયોજનાઓ (Annual Action Plan) તેમજ ગત નાણાકીય વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

 

માનનીય કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંક સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિસ્તારણ કેન્દ્રોના પ્રતિનિધિઓએ ગત નાણાકીય વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિસ્તારણલક્ષી કાર્યક્રમો અને તેમની સિદ્ધિઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.

 

આ પ્રસંગે સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઇ કેન્દ્ર દ્વારા પણ પોતાના કેન્દ્રની કામગીરી, ઉપલબ્ધિઓ તથા આગામી વર્ષ માટેની કાર્યયોજનાનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ઓનલાઇન માધ્યમ થી યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિસ્તરણ કેન્દ્રના સમિતિ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને અંતે બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *