સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા વિશ્વ વન્યજીવન દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા તારીખ 03/03/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા સિંગલખાચ ખાતે “વિશ્વ વન્યજીવન દિવસ”ની ઉજવણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના ટ્રેનિંગ આસિસ્ટન્ટ કુ. રીતિકા ટંડેલ અને ટીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિશ્વ વન્યજીવન દિવસ બાબતનુ મહત્વ સમજાવવામાં આવ્યું. વન્યપ્રાણી પ્રત્યે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 માર્ચને વન્યજીવન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાદ્યપદાર્થો અને દવાઓ ઉપરાંત, આપણને વન્યજીવનથી ઘણા ફાયદા મળે છે. આ ઉપરાંત વન્યજીવો પણ આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. વિશ્વભરમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 3જી માર્ચે વિશ્વ વન્યજીવન દિવસ ઉજવવામાં આવે છે. ૩ માર્ચ ૨૦૨૪ના રોજ પ્રથમ વખત વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખી દુનિયામાં પ્રાણીઓ અને છોડની ઘણી પ્રજાતિઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ રહી છે. હાલમાં ભારતમાં પ્રાણીઓની ૯૦૦ થી વધુ પ્રજાતિઓ જોખમમાં છે. જો સમયસર તેની કાળજી લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ખતરનાક બની શકે છે. આ કાર્યક્રમ દરમિયાન ૧૯ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
