પાંચ વર્ષનાં બાળકને પતિ અને સાસુ દ્વારા છીનવી લઈ મહિલા માર મારતા, પરિવારમા સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવતાં તેમણે જણાવેલ કે તેમનું પાંચ વર્ષનું બાળક છે જે તેમના સાસુ પાસે રહે છે, પીડિત મહિલા બાળક માંગે તો તેમની પર હાથ ઉપાડી ઝગડો કરે છે. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોચી કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિને એક વર્ષ પહેલાં બીજી સ્ત્રી સાથે સંબંધ હતા, જે વાતની જાણ મહિલાને થતાં તેમણે તેમના પતિ પર કાર્યવાહી કરી કેસ કર્યો હતો. ત્યાર બાદ મહિલાએ તેમના બાળકનું વિચારી તેમના પતિને સુધરવાનો એક મોકો આપ્યો હતો અને સમાધાન કરેલ હતુ, પરંતુ મહિલાએ તેમના પતિ પર કેસ કરવાના કારણે, મહિલા સાથે સાસરીમાં તેમના પતિ અને સાસુ હેરાનગતિ કરવા લાગ્યા હતા, તેમની સાથે કોઈ બોલતું ન હતું તેમની સાથે જમતા પણ ન હતા, તથા મહિલા તેમના બાજુંના ઘરમાં એકલા ઊંઘતા અને તેમના પતિ તેમનું બાળક લઈ બીજા રૂમમાં સુઈ જતા. તેઓ એવું વતૅન કરતાં કે મહિલાએ ખૂબ મોટી ભૂલ કરી હોય, તથા મહિલા તેમના બાળકને તેમની પાસે સુવા માટે લઈ જતાં તો તેમનાં સાસુ બાળક આપતા ન હતાં અને આજ બાબતે મહિલા પર તેમના પતિ એ હાથ ઉપાડી ઘરમાંથી બહાર કાઢવા ધક્કો માર્યો હતો. માટે મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ દ્વારા સ્થળ પર જ મહિલાના પતિ અને સાસુ ને સમજાવ્યા અને કાયદાની સમજ આપી. મહિલા ની કોઈ ભૂલ ના હોવા છતાં તેમની સાથે ગેરવતૅન કરતાં સમજણ આપી તથા મહિલા ને બાળક સાથે રહેવા દેવુ અને તેમના હક્કો વિશે સમજણ આપી, મહિલાને હવે પછી સમસ્યા ના થાય તે વાતનું ધ્યાન રાખવા જણાવેલ અને બીજી વાર આમ બાળક છીનવી લેવું નહીં તેનું ધ્યાન રાખવા જણાવેલ. મહિલાના પતિ તથા સાસુ સમજી જતાં સારી રીતે તથા સમજીને રહેવા જણાવતા તેમને કાયદાકીય માહિતી આપી મહિલા ને તેમના બાળક જોડે સાસરીમાં રાજીખુશીથી રહેવા જણાવી તેમની વચ્ચે તાપીની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સમાધાન કરાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.