નિઝરના હરદુલી ગામે પી.એમ. આવાસની ચાલતી સર્વેની કામગીરી બાબતે ગ્રામજનોમા ભારેલો અગ્નિ : સર્વેની કામગીરી અટકાવવાની ગ્રામજનો દ્વારા ટી.ડી.ઓ.ને ચિમકી અપાઈ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરદુલી ગામે હાલમાં પી.એમ. આવાસની ચાલતી સર્વેની કામગીરી બરાબર ન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા નિઝર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.
સર્વેની કામગીરી બાબતે ગ્રામજનો જણાવે છે કે હરદુલી ગામે હાલમાં પી.એમ.આવાસ યોજનાનો જે સર્વે ચાલુ છે. જે બરાબર કરવામાં આવતો નથી અને જે સર્વે કરનાર કર્મચારી ગામનાં હાલના ઉપસરપંચના પુત્ર જે કહે છે તે જ પ્રકારે સર્વે કરે છે.અને ખરે ખર જે પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સર્વે કરતા નથી. જેને આવાસ આપવા પાત્ર હોય તેવા લોકોનો સર્વે કરતા નથી. ઉપસરપંચના પુત્ર પક્ષપાત કરીને સર્વે કરાવે છે. જે સર્વે કરનાર કર્મચારી ઉપર દબાણ કરી ઉપસરપંચનો પુત્રના કહ્યા મુજબ જેનો સર્વે કરવા કહીશ તે જ સર્વે કરવાનું. જેથી કરી ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી કે આ સર્વે કરનાર કર્મચારી સાથે કોઈ રાજકિયા વ્યક્તિ સર્વે સમયે ફરવા જોઈએ નહિ અને નિષ્પક્ષ સર્વે કરવામાં આવે.જેથી ખરેખર ગરીબ લાભાર્થીને અને કાચા ઘરો વાળાને આવાસનો લાભ મળી શકે. એના સાથે સાથે ગ્રામજનો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે કે જો ખોટી રીતે સર્વે કરવામાં આવશે તો ગ્રામજનો દ્વારા સર્વે કરવા દેવાશે નહિ? અને સર્વે બંધ કરાવી દેવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે નિઝર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવામાં આવશે ?
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.