ડાંગ જિલ્લા કલેકટરને પત્રકાર એક્તા સંગઠન, ડાંગ દ્વારા ગુજરાતના પત્રકારો પર થતાં દમન સામે આવેદનપત્ર આપ્યું

Contact News Publisher

ડાંગ જિલ્લામાં કોરોના મહામારીથી મુકત કરનાર જિલ્લા કલેકટર એન.કે. ડામોરનું સન્માન કરી ગુજરાતમાં પત્રકારો પર વધતા અત્યાચાર અને જુલમ સામે પત્રકાર એકતા સંગઠન

 ગુજરાતમાં પત્રકારો પર વધતા અત્યાચાર અને જુલમ સામે પત્રકાર એકતા  સંગઠન

પત્રકાર સમાજનો આયનો છે તે આયનાને દબાવવાની કોશીશ થશે કે પત્રકારોને ફસાવવામાં આવશે તો બીજા પત્રકારો સરકાર સામે લડી રહ્યાં છે

(અર્જૂન જાધવ દ્વારા, વઘઈ) : પત્રકાર એકતા સંઠન,ગુજરાતની સુચનાથી આજરોજ સાડાબાર વાગે પત્રકાર એકતાં સંગઠન, ડાંગ તથા ડાંગ જિલ્લા મિડીયા કલબનાં હોદ્રેદારો અને સભ્યોએ ડાંગ જિલ્લા કલેકટર એન.કે. ડામોર (ડાંગને કોરોના વાયરસ મુકત કરનારા કોરોના વોરિયર્સ) નાંઓને રૂબરૂ મુલાકાત કરી તેમનું ફુલગુચ્છ તથા સ્મૃતીભેટથી સન્માન કરી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે આવેદનપત્રમાં કોરોના ની વૈશ્ર્વિક મહામારી ને લઇ લોકડાઉન ના સમય માં ગુજરાત ના પત્રકારો પણ કોરોના વોરીયર્સ તરીકે પોતાની  ફરજ બજાવી રહયા છે ત્યારે પત્રકાર ને સન્માનિત કરવાને બદલે રાજય સરકાર દ્વારા ફેસ ઓફ નેશન ન્યુઝ પોર્ટલ ના સંપાદક ધવલ પટેલ સામે કિન્નાખોરી રાખી રોજદ્રોહ નો કેશ કરવામાં આવતા ગુજરાત ના પત્રકાર આલમ માં આક્રોશ ફાટી નીકળ્યો છે પત્રકાર ની કદર કરવાને બદલે તેમના પર ખોટા કેશ કરી લોકશાહી ના ચોથા સ્થંભ નો અવાજ દબાવી દેવા માટે કરવામાં આવેલ ખોટા કેશ ને તુરંત પાછો ખેંચવા માટે ગુજરાત ભર માં પત્રકારો દ્રારા મુખ્ય મંત્રી ને સંબોધીને જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પત્ર આપવામાં આવી રહયા છે જેમાં રાજ્ય સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી ધવલ પટેલ પરના તમામ આરોપ પરત ખેંચવા માટે જિલ્લાના પત્રકાર સંગઠનો દ્વારા  આવેદનપત્ર મારફતે અરજ કરવામાં આવી છે જે રજુઆતો નો અભ્યાસ કરી પત્રકાર નિર્દોષ હોય તો તને ન્યાય મળે તેવી પત્રકાર ને મુકિત માટે ની રજુઆત કરાઇ હતી વધુ  માં ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્રારા જણાવવા માં આવ્યુ હતુ કે જો આ બાબતે સરકારીશ્રી દ્રારા હકારાત્મક અભિગમ નહી અપનાવવા માં ન આવેતો આવનારા દિવસો માં ગુજરાત પત્રકાર એક્તા સંગઠન દ્રારા વિવિધ પત્રકાર સંગઠનોને સાથે રાખી આંદોલન કરવાની તૈયારી દાખવી હતી જયારે ગુજરાત પત્રકાર એક્તા સંગઠન ના આદેશ અનુસાર   જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર સુપત્ર કરતી વેળા એ ડાંગ મીડીયા કલબ ના પ્રમુખ જઇદ પવાર જોન કોડીનેટર ચિરાગ પંચાલ મહામંત્રી હિતાર્થે પટેલ શેખર ખેરનાર.મદન વૈષ્ણવ,પુંડલીક વાધમારે,યોગીતાબેન,અર્જુન જાધવ,નિલેશ ગાવિત,સુશીલભાઈ પવાર  સહિત ગૃપ ના મેમ્બરો ઉપસ્થિત રહી ડાંગ કલેક્ટર શ્રી એન કે ડામોર ને આવેદનપત્ર સુપુત્ર કરી પત્રકારો ની વ્યથા રજુ કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other