તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતગર્ત સેવા, સુરક્ષા અને સલામતી માટે સુસજ્જ તાપી જિલ્લા પોલીસ

Contact News Publisher

૭૬મો પ્રજાસત્તાક પર્વ: રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨: ૨૦૨૫ રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં યોજાનાર છે. જેને લઇને સમગ્ર તાપી જિલ્લા તંત્ર સહિત નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને કુતુહલતા જોવા મળી રહી છે. આ રંગમાં ભંગ ન પડે તે માટે તાપી જિલ્લા પોલીસ તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે. સેવા, સુરક્ષા અને સલામતીના સુત્ર સાથે પોલીસ વિભાગ તમામ કાર્યક્રમો, વ્યવસ્થા ઉપર બાજ નજર રાખી રહી છે.

ગુજરાત રાજ્ય પોલીસ તથા રાજસ્થાન પોલીસ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ-સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની વિવિધ પોલીસની ટીમો આવી છે. ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત ૧૪૩૭ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ પરેડ પ્રેક્ટીસ માટે ભાગ લેનાર છે.

આ ઉપરાંત પ્રજાસતાક પર્વના પ્રચાર પસાર અને લોકોમાં ઉત્સાહ વધારવા પોલીસ પરેડ અને પોલીસ પાઇપ બેન્ડ દ્વારા રોજબરોજ અલગ અલગ સ્થળોએ રીહર્સલનું આયોજન પણ કરાયું છે. જેમાં આજે તા.૨૩મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પાઇપ બેન્ડ પ્રદર્શન કાર્યક્રમ જુના બસ સ્ટેન્ડ, જે.પી.શોપિંગ સેન્ટરની બાજુમાં, વ્યારા ખાતે યોજાશે. અને ૨૪મી જાન્યુઆરી-૨૦૨૫ અંતર્ગત ’મીની પરેડ’ નો કાર્યક્રમ સોનગઢ પો.સ્ટે.ના સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ ખાતે યોજાશે.

અત્રે નોંધનિય છે કે, ૨૫ અને ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત તાપી જિલ્લામાં કાયદો અને વ્યવવસ્થાની જાળવણી માટે આશરે ૧૨૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.
૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other