રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે વાહનોને ડાઈવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. તાપી જિલ્લામાં ૭૬માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાની હદમાં મોજે તીતવા, બ્લોક નં.૨૬૩ ૨૬૪/b, તાલુકો- વાલોડ, નેશનલ હાઇવે નં.૫૩ સુરત-ધુલિયા રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ નેશનલ હાઈવે નં.૫૩ સુરત-ધુલિયા રોડ ખાતે માણેકપોર ચેકપોસ્ટથી બાજીપુરા મીંઢોળા નદી સુધી તા.૨૬/૦૧/૨૦૨૫ના સવારે ૬.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૧:00 વાગ્યા સુધી ડાયવર્ઝન આપી વનવે કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે પોલીસ અધિક્ષકશ્રી તાપી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલ છે. આ દરખાસ્તને આધારે પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ૩૩(૧)બીના આધારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર. બોરડના દ્વારા વાહન વ્યવહારને એકતરફી ડાઈવર્ઝન આપી તારીખ ૨૬જાન્યુઆરીના સવારે ૬.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી તમામ વાહનોને ડાયવર્ટ કરવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.