“વિના સંસ્કાર નહીં સહકાર” ,” વિના સહકાર નહિ ઉદ્ધાર” : સહકાર ભારતી તાપી જિલ્લા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સહકાર ભારતી તાપી જિલ્લા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી ચંદ્ર હોસ્પિટલ વ્યારા ખાતે ફુટ તથા બિસ્કીટ વિતરણ કરીને તથા એપીએમસી માર્કેટ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અર્પણ કરીને, સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ ઉજવાયો.
સહકાર ભારતી તાપી જિલ્લા દ્વારા 11 જાન્યુઆરી સહકાર ભારતી સ્થાપના દિવસ અંતર્ગત સ્થાપના ઉજવણી દિવસ નિમિત્તે વ્યારા જનરલ હોસ્પિટલની અંદર 150 જેટલા દર્દીઓને ફ્રુટ, બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સહકાર ભારતી, વ્યારા નગર તથા વ્યારા તાલુકાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી જેમાં વ્યારા નગરના અધ્યક્ષ તરીકે શ્રી રાજીવ જનકરય શાહ તથા વ્યારા તાલુકાના અધ્યક્ષ તરીકે શ્રી ચંદુલાલ ગામિતની નિમણુક એપીએમસી માર્કેટ વ્યારાના સભાખંડ હોલમાં એપીએમસી માર્કેટના ચેરમેનશ્રી ગણેશભાઈ ચૌધરી તથા ડિરેક્ટર શ્રીપ્રવીણભાઈ, શ્રી ગણપતભાઈ ગામીતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે સહકાર ભારતીના પ્રણેતા આદરણીય લક્ષ્મણરાવજી ઇનામદારજી (વકીલ સાહેબ) ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન સહકાર ભારતીય તાપી જિલ્લાના અધ્યક્ષ શ્રી કુલીન શિરિષ પ્રધાન (એડવોકેટ એન્ડ નોટરી)એ કર્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.