નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેશનલ પ્રેસ એસોસિએશનનો ત્રીજો પત્રકાર સમારોહ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આજરોજ વીર નર્મદ યુનિવર્સિટી ખાતે નવસર્જન પત્રકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે કાર્યક્રમના અધ્યક્ષ, સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પ્રાણનાથ હોસ્પિટલ, મહેશભાઈ ચવાણી પી.પી. સવાણી ગ્રુપના ફાઉન્ડર, હિંમતભાઈ ભાલીયા સામાજિક આગેવાન, પી.એમ. ભાઈ સાખટ કોળી સેના પ્રમુખ, ભરતજી ઠાકોર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી જનાલીસ્ટ પ્રોફેસર, કે.બી. પઠાણ ઓલ ઇન્ડિયા હુમન રાઈટ ગ્રીવેન્સ એસોસિએશન, નવીનભાઈ ચૌહાણ એડવોકેટ, અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેલ યોગી પટેલ, હિમાંશુભાઈ ઇન્ડિયા ન્યુઝ દર્પણ, નટુકાકા લગે રહો, નરેશભાઈ વરિયા ધબકાર ન્યુઝ, રાણાભાઇ રબારી ટ્રસ્ટી ,વગેરે મહેમાનશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રી ઓનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું . મહેમાન શ્રી ઓ દ્વારા પત્રકારોને એક ચોથા સ્તંભ તરીકે સત્યને સામે લાવવાનું તેમજ સાચી દિશામિ ન્યાય અપાવવા રાત દિવસ મહેનત કરતા પત્રકારોને ખુબ સરાહના કરવામાં આવી હતી. પ્રમુખશ્રી હરજીભાઈ બારૈયા દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યુઝ પેપર, ન્યુઝ ચેનલ, સોશિયલ મીડિયા ઉપર કામ કરતા તમામ પત્રકારો તેમજ પ્રેસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓના પત્રકાર માટે કામ કરતાં આવ્યા છે અને ન્યાય અપાવવાનું કામ કરતા રહીશુ. કાર્યક્રમમાં 300 જેટલા પત્રકાર ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખશ્રી હરજીભાઈ બારૈયા, ખજાનચી વિજયભાઈ મેસુરીયા, મહામંત્રી વિક્રમભાઈ સાંખટ ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પ્રમુખશ્રી, પ્રભારી મંત્રી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સરસ મજાનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આયોજક જીગ્નેશભાઈ સોસા, હકીમભાઇ વાણા, સમીરભાઈ મન્સૂરી, ઝારા ખાન, લખનભાઈ કોટડીયા, દર્શનભાઈ નથવાણી, દિનેશભાઈ ઠાકોર, દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સ્વરુષી ભોજન સાથે લીધું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other