ચોરીની મોટર સાયકલ સાથે ફરતા આરોપીને ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી.એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે સોનગઢ, ઉકાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “એક વ્યકિત નંબર વગરની ચોરીની સ્પેલેન્ડર મોટર સાયકલ લઇ ઉકાઇથી સોનગઢ તરફ જનાર છે.” તેવી મળેલ બાતમી હકીકત આધારે ઉકાઈ રોડ ઉપર કેસરીનંદન સોસાયટી પાસે આવી બાતમી હકિકતવાળા વ્યકિતની વોચમાં રહી ઉકાઇ તરફથી બાતમી હકીકતવાળી ગાડી નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા કંપનીની મો.સા. આવતા કોર્ડન કરી મોટર સાયકલના દસ્તાવેજો બાબતે પુછપરછ કરતા તેની પાસે તેના કોઇ કાગળો/દસ્તાવેજો નહિ હોવાનું જણાવતા હોય આરોપી- રાકેશભાઇ રામુભાઇ વસાવા ઉ.વ.૪૧ રહે-સરૈયા નીશળ ફળીયુ તા.વ્યારા જી.તાપી મુળ રહે-મુ.પો. સેલંબા ટોકીઝ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા આ મો.સા. અંગે યુક્તિ પ્રયુકતિથી પુછપરછ કરતા તે ભાંગી પડેલ અને આ મો.સા. રમણલાલ ઉર્ફે સોનુ તુલસીદાસ વસાવા રહે- કાકરપાડા નિશાળ ફળીયુ તા.સાગબારા જી.નર્મદાએ એના કહેવાથી પાથરડા ઉકાઇ ખાતેની મોટર સાયકલ ચોરી લાવેલ અને તેને આપી ગયેલ ત્યારથી આ મોટર સાયકલ લઇ પોતે ફરતો હોવાનુ જણાવતા આ હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મો.સા.નો ચેચીસ નંબર MBLHA10EESHD 00667 તથા એન્જીન નંબર HA10EA8HD 00982ની કિં. રૂ.૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરી આ હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મો.સા.ની ચોરી બાબતે ઉકાઇ પો.સ્ટે. ખાતે ગત્ વર્ષે ગુનો દાખલ થયો હતો, મો.સા. ચોરીના આરોપીને તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ અટક કરી ઉકાઈ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
રાકેશભાઇ રામુભાઇ વસાવા ઉ.વ.૪૧ રહે-સરૈયા નીશળ ફળીયુ તા.વ્યારા જી.તાપી મુળ રહે-મુ.પો. સેલંબા ટોકીઝ ફળીયુ તા.સાગબારા જી.નર્મદા
મળી આવેલ મુદ્દામાલ :-
હીરો હોન્ડા કંપનીની સ્પેલેન્ડર મો.સા.નો ચેચીસ નંબર MBLHA10EE8HD 00667 તથા એન્જીન નંબર HA10EA8HD 00982 કિ. ३.૧૫,०००/-
શોધાયેલ ગુનો :-
(૧) ઉકાઇ પો.સ્ટે. ખાતે એ. ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૫૨૪૦૪૧૦૩૨/૨૦૨૪ BNS -૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઈ જોરારામ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા પેરોલ/ફર્લો સ્કોર્ડના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.