મોટામિયાં માંગરોળનાં મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટોરેન્ટો પ્રીમિયર લીગ 3 નો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામીયા માંગરોલ મુકામે આવેલ મોટા બોબાત સ્પોર્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસીએટ પ્રેરિત ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ ત્રણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિદેશથી પધારેલ મહેમાન સાકીરભાઇ મેમણ વેન કુવર નાઈટ ટીમનાં ઓનર (કેનેડા), ગુલામભાઈ મેમાન (સાજી )(હરારે ), ઇનાયત બગસ (ઝામ્બિયા), ઈસ્માઈલ રાજા બોબાત( કેનેડા ), ફારૂકભાઈ સવાઈ (કેનેડા ), યુસુફ પટેલ લુવારા ઐયુબભાઈ ઉંમર (અમેરિકા), યુસુફ માતાદાર ( કેનેડા ) ઇમરાન બદાત, ઇમરાન પાંચભાયા (સાઉથ આફ્રિકા), ચેરમેન ઇસ્માઈલ બોબાત રાજા,ઈસ્માઈલ મતાદાર (સીઈઓ ટીએમપીએલ, વાઇસ પ્રેસિડેન્ટ ભરૂચ ક્રિકેટ એસોસિએશન, ચેરમેન ભરૂચ પ્રીમિયર લીગ), કમિટી મેમ્બર મકસુદભાઈ માંજરા (લાલભાઈ ), જુબેર બોબાત ઇબ્રાહીમભાઇ માંજરા, અસલમભાઈ બોબાત, મહેબૂબભાઈ રાવત, સાદીકભાઈ પટેલ, હમીદભાઈ મહિડા, સરફરાજ ઉમર, અકબર મંગેરા વગેરે હાજર રહ્યાં હતાં.
ટુર્નામેન્ટની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવેલ, ત્યારબાદ ઉપસ્થિત દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. દરેક મહેમાનોને ટોરેન્ટો પ્રીમિયર લીગનું પણ મોમેન્ટો આપવામાં આવ્યુ હતું. પ્રાસંગિક પ્રવચન ઇસ્માઈલભાઈ મતાદાર અને સલીમભાઈ પાંડોરે કર્યુ હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફીને ખુલ્લી મુકવામાં આવેલ ઇસ્માઈલભાઈ રાજાએ જણાવેલ કે આ લીગમાંથી કોઈ એક ખેલાડી પણ સ્ટેટ, આંતરરાષ્ટ્રીય લેવલે પોતાનું નામ રોશન કરશે તો આ મહેનત સફળ થયેલ કહેવાય એવી મારી ભાવના છે. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રાઉન્ડ પર રાષ્ટ્રગીત ગાઈને ટોસ કરી મેચ ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રથમ મેચ પાનસિટી એક્સપ્રેસ કેનેડા અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી વચ્ચે રમાઈ હતી આ લેખમાં કુલ આઠ ફ્રેન્ચાઇઝ એ ભાગ લીધો છે જેમાં તાપીથી નર્મદા વચ્ચે આવતા તમામ ગામનાં ખેલાડીઓ રમશે. આ લીગની ફાઈનલ મેચ 19/ 1 /2025 નાં રોજ યોજાશે. સમગ્ર સ્ટેજનું સંચાલન સરફરાજ ઉંમર એ કર્યુ હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.