“સહકારથી સમૃધ્ધિ” : જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા કો-ઓપેરેટીવ સોસાયટીની રચના બાબતે બાજીપુરા ખાતે મેગા ઇવેન્ટ યોજાઈ

Contact News Publisher

ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારોને રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ, યોજનાકિય સહાયોના હુકમોનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૬. ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃધ્ધિ”ના વિઝનને સાકાર કરવા નવી રચાયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીની રચના સંદર્ભેની મેગાઈવેન્ટ જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, તાપી જિલ્લાની કચેરી દ્વારા બાજીપુરા સહિત કેન્દ્ર ખાતે નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

આ મેગાઈવેન્ટમાં નવી રચાયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારોને રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ, યોજનાકિય સહાયોના હુકમોનું વિતરણ તથા ઉપસ્થિત તમામને M- PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીની વિવિધ કામગીરીઓ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સહકારથી સમૃધ્ધિ” ના વિઝનને સાકાર કરવાના ધ્યેયને કઈ રીતે સાકાર કરી શકાય તેમજ M-PACS, Dairy અને Fisheries થકી સભાસદોનો આર્થિક તેમજ સામાજીક વિકાસ કરી દેશના વિકાસમાં કઈ રીતે ભાગીદાર થઈ શકાય તે બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો, ગણેશભાઈ ચૌધરી, સમીરભાઈ ભક્તા, અષેશભાઈ ભક્તા, સુમુલ દેરી ડીરેક્ટરશ્રીઓ, કો-ઓપરેટીવ બેન્કના ડીરેકટરશ્રીઓ, સુગર ફેકટરીના હોદ્દેદારો, ખરીદ વેચાણ સંઘના ડીરેક્ટરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નવી રચના થયેલ M-PACS, Dairy અને Fisheries કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો તથા સભાસદો મળી આશરે ૨૫૦ જેટલા આમંત્રીતોની ઉપસ્થિતિમાં મંત્રીશ્રી ગૃહ અને સહકારીતા શ્રી અમીતભાઈ શાહ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ મેગા ઇવેન્ટ યોજવામાં આવી હતી.

–૦૦૦૦૦૦૦૦૦૦૦૦–

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other