રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ ખાતે મીઠા પાણીમાં થતાં મત્સ્યપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. ભા.કૃ.અ.નુ.પ. કેન્દ્રીય મત્સ્યકી શિક્ષા સંસ્થા મુંબઈ અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના સંયુક્ત ઉપક્રમે મીઠાપાણીમાં થતાં મત્સ્યપાલન તાલીમ કાર્યક્રમ તારીખ ૨૨ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ આદિજાતિ વિસ્તારના મત્સ્યપાલકો માટે શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ, મંત્રાલયના મંત્રી શ્રી કુંવરજી હળપતિ ઉપસ્થિતી નોંધાવી હતી.

રાજ્ય મંત્રીશ્રી હળપતિએ પ્રમુખ સ્થાનેથી ઉપસ્થિત મત્સ્યપાલકોને સંભોધન કરતાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ અભિયાનમાં સક્રિય ફાળો આપવા આહ્વાન કર્યું હતું. વધુમાં મત્સ્યપાલન અંગેના કોઈ પણ પ્રોજેક્ટને આદિજાતિ વિકાસ મંત્રાલય તરફથી શક્ય તેટલો તમામ સહકાર આપવાની બાંહેધરી આપી હતી.

આ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સીટી ગાંધીનગરના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એમ. એમ. ત્રિવેદી તથા કુલસચિવ ડો. કે. કે. હડિયા દ્વારા મત્સ્યપાલકોને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

CIFE દ્વારા પ્રકાશિત મત્સ્યપાલન અંગેની પુસ્તિકાનું વિમોચન માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. તથા CIFE દ્વારા મત્સ્યપાલકોને ગિલનેટ અને ૨૫ લિટર ક્ષમતા વાળું આઇસબોક્સની કીટ આપવામાં આવેલ હતી.

આજના કાર્યક્રમમાં મુંબઈ ખાતેની CIFE સંસ્થાના વૈજ્ઞાનિકો હેડ, એક્વાકલ્ચર વિભાગ CIFE મુંબઈ ડો. દેબજીત શર્મા, નોડલ ઓફિસર TSP પ્રોગ્રામ ડો. સુખમ મુનીલકુમાર, કોઓર્ડીનેટર ઉકાઈ પ્રોગ્રામ ડો. કપિલ સુખદાને, સાયન્ટિસ્ટ એક્વાકલ્ચર વિભાગ ડો. માધુરી પાઠક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંડળીઓના પ્રમુખશ્રીઓ દ્વારા માનનીય મંત્રીશ્રીનુ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ મત્સ્યપાલકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતા પૂર્વક સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે અને એમની ટીમ દ્વારા સફળતા પૂર્વક હાથ ધરવામાં આવેલ હતું.

0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other