ઉધના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેનથી ગળાના ભાગે કપાઈ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૩૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ગત્ તા. ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૨૦ વાગે ઉઘના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આ. ૩૦ના આશરાનો કોઈપણ રેલ્વે ટ્રેનથી ગળાના ભાગેથી કપાઈ જઈ મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો.

મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો ઉચાઇ ૫×૪” રંગે- ધઉં વર્ણનો બાંધો મધ્યમ. શરીરે કાળા-લીલા-સફેદ કલરનું ડિઝાઈન વાળુ આખી બાયનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other