બારડોલી ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા મધ્યરાત્રીએ આપધાતનો પ્રયાસ કરનાર પીડિત મહીલાને નવજીવન આપાયું
(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : કામરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહીલાનો તેમના પતિ અને સાસરી પક્ષના સભ્યો સાથે ઝઘડો થયેલ છે અને તેથી પીડિતા મહીલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલ છે. તેથી પીડિત મહીલાનું કાઉન્સેલિંગ કરવા માંટે ૧૮૧ ની મદદની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ના કાઉન્સેલર પટેલ ખુશ્બુ, મહિલા હેડ કોન્સ્ટેબલ ચૌધરી ચંદ્રિકાબેન તેમજ પાઈલોટ પટેલ ધર્મેશભાઈ તાત્કાલિક બારડોલી થી નીકળી ઘટના સ્થળે પીડિત મહિલાની મદદ માટે પહોંચ્યા. રૂબરૂમાં પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન આપઘાતના પ્રયાસ અંગે પૂછતા જાણવા મળ્યું કે પીડીતા મહિલાના એ પ્રેમ લગ્ન કર્યો છે અને તેમના લગ્ન આશરે ૩ વર્ષ જેવો સમય થયો હતો. તેમને સંતાન માં એક દીકરી પણ છે. પીડિતા મહિલા તેમના સાસુ – સસરા, જેઠ – જેઠાણી અને તેમના બે બાળકો સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં પરતું થોડા સમય પહેલા તેમના જેઠાણી મૃત્યુ પામ્યા હતા. પીડિતા મહીલા નો તેમના સાસુ – સસરા સાથે નાની નાની બાબતો ને લઈ ને સતત ઝગડાઓ થતા હતા અને પીડિતા મહીલાના જેઠના બાળકોની જવાબદારી તેમની ઉપર હતી તેથી જો તેઓ બાળકો નું ઘ્યાન નહિ રાખે તો સમસ્યા ઊભી થતી હતી અને બાળકોને તેમના સારા માટે રોકટોક કરે તો પણ તેમના જેઠ ને પસંદ નહિ હતું. એ બાબતને લઈ પણ સતત બોલાચાલી થતી હતી. પીડિતા મહિલા તેમના પતિને આ બધી બાબત ની વાતો કરે ત્યારે તેઓ પૂરતું ઘ્યાન આપતા ન હતા અને પીડિતા મહીલા કહેતા કે આ બધું મને નહિ કહેવાનું. આમ રોજ થતા ઝઘડાઓથી કંટાળી ને પીડિતા મહીલાના સાસરી પક્ષ વાળાએ નક્કી કર્યું કે આવતી પહેલી તારિખ થી પીડિતા મહીલા તેમના પતિ અને દીકરી ની સાથે તેમના બીજા મકાન માં અલગ રહેવા જતા રહેશે. પરંતુ જ્યારે થી પીડિતા મહિલા ના સાસરી પક્ષ વાળાએ તેમનાં પતિ ને બીજા મકાનમાં અલગ રહેવા જવાનું જણાવેલ. એ દીવસથી પીડીતાના પતિએ તેમની સાથે પહેલાં જેવું વર્તન કરતા ન હતાં અને પીડિતા મહીલા વારંવાર એવું કહેતા કે તારા કારણે મારે હવે મારા માતા પિતા થી અલગ રહેવુ પડશે. એવું વર્તન કરી પીડિતા મહીલાને ખુબ માનસિક ત્રાસ આપતા હતા. અને આજ રોજ જ્યારે ઝઘડો થયેલ ત્યારે પીડિતા મહીલા ના જેઠ અને સાસરા પીડિતા મહીલા ને છુટાછેડા આપી દેવા માટે તેમના પતિ જણાવેલ. એ બાબતથી પીડિતા મહીલા ખૂબ જ દુઃખી થયેલ કેમ કે પીડતા મહીલા એ પ્રેમ લગ્ન કર્યા હતાં જેથી હજુ સુધી પીડિતા મહિલા ને તેમના પિયર પક્ષ ના સભ્યો સાથે સમાધાન થયેલ નથી અને તેઓ તેમના પિયર માં જતા નહિ હતાં. તેથી પીડિત મહીલા ખૂબ ડિપ્રેશનમાં આવી ગયા હતાં કે હવે હું ક્યાં જઈશ અને શું કરીશ. જ્યારે પીડિત મહીલા ને કોઈ રસ્તો ન મળ્યો ત્યારે તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કરેલ અને દવા લઈને ઘરનો દરવાજો બંધ કરી રૂમમાં પુરાઈ ગયા હતા.
181 ટીમે પીડિતા મહિલાનું કાઉન્સેલિંગ કરેલ તેમને સમજાવેલ કે આત્મહત્યા કરવી એ સમસ્યાનું નિવારણ નથી. તમારી દીકરી ખૂબ નાની છે એને માતાના પ્રેમ ની જરૂર છે. અને તમારી દીકરી તમારા પર નિર્ભર છે જો તમે આત્મહત્યા કરી લેશો તો તમારી દીકરી નિરાધાર થઈ જશે. પીડિતા મહીલા જણાવેલ કે આપઘાત કરાવવો અથવા આપઘાત કરવા માટે કોઈને પ્રેરવું તે પણ ભારતમાં IPCની કલમ ૩૦૨ મુજબ ફોજદારી ગુનો ગણવામાં આવે છે. માટે ક્યારેય જીવનમાં આત્મહત્યા કરવાનો વિચાર કરવો નહીં. પીડિત મહિલાએ જણાવેલ કે હવે પછી ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર કરશે નહીં. પીડિત મહિલાએ આત્મહત્યા કરવાનો વિચાર ડિપ્રેશનમાં આવીને કરેલ હતો. ત્યારબાદ પતિ અને સાસરી પક્ષ અન્ય સભ્યો ને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતા ના પતિ અને બંને પરિવારના સભ્યો ને સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શ આપીને રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ.
આમ 181 ટીમે કુશળ કાઉન્સેલિંગ કરી પીડીત મહિલા ને જીવવાની જિજ્ઞાસા જગાડેલ અને સુખદ સમાધાન કરાવેલ તેમજ મહિલાના ઘરના સભ્યોએ 181 ટીમની ઉમદા કામગીરીને બિરદાવી અને 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ. આમ 181 ટીમ એ એક પીડિત મહિલાનું જીવન બચાવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.