સોનગઢ ઉકાઈ રોડ ઉપર ટ્રક પલ્ટી જતા વાહન વ્યવહાર ખોરવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લા આજે તા. 18 ડિસેમ્બર બુધવારે સોનગઢ ઉકાઈ રોડ વચ્ચે આવેલ દક્ષિણમુખી હનુમાન મંદિર રોડ સામે બપોરે 12 કલાકે ગુણસદા ખાતે આવેલ જે. કે. પેપર મીલ CPM માં માલ ભરીને આવેલ ટ્રક જે ગેટ પાસે અન્ય ગાડીઓ હોવાથી આગળ જઈ ફરીને લાવવા માટે ગયેલ ત્યારે જગ્યા પર ટર્ન કાપતા સામાન ભરેલી ટ્રક નંબર GJ/12/BW/5472 પલ્ટી ખાઈ હતી. જેથી મેઇન ઉકાઈ રોડ ની અવર-જવર રસ્તો બંધ થતા તરત ઉકાઈ પોલીસ સાથે GRD નાં માણસો સાથે ઘટના સ્થળે પહોંચી અવર-જવર રોકાતા લોકોને દૂર કર્યા, અને એક તરફ રસ્તો કાઢવામાં આવ્યો અને આવતા જતાને સાઈડ પરથી રસ્તો કરી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.