વાલોડના મોરદેવી ગામે ખેતરમાં શેરડી કાપતા સમયે દેખાયેલા અજગરને રેસ્ક્યુ કરાયો
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામના મનીષભાઈ ચૌધરીનાં ખેતરમાં અજગર દેખાતા RCSSG પર ફોન કરતાં મેમ્બર ઇમરાન વૈદ અને બંટી ગામીત સાથે જઈ તરત જ સ્થળ ઉપર હાજર થયા હતાં. મહેશભાઈ ચૌધરીનાં ખેતરમાં શેરડી કાપતા સમયે ત્યાં અજગર નજરે પડતા તાત્કાલિક અજગર પકડી લેવામાં આવ્યો હતો. અજગર ની લંબાઈ 8 ફૂટ અને વજન 12 કિલો જેટલો અને જેને વાલોડ વનવિભાગને સોંપવામાં આવ્યો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.