સુરત અને કીમથી પગપાળા બિહાર જઈ રહેલા 27 શ્રમિકોને મહારાષ્ટ્ર સરકારે ગુજરાત બોર્ડર ઉપર અટકાવી પરત કર્યા

Contact News Publisher

ઉમરપાડાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિસિંગભાઈ વસાવાએ આશરો આપી માનવતા મહેકાવી.

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બિહાર પગપાળા જઇ રહેલા ૨૭ શ્રમીકોને ગુજરાતની બોર્ડર ઉપર મહારાષ્ટ્રના પોલીસ તંત્રએ અટકાવતા કફોડી સ્થિતીમાં મુકાયેલા શ્રમિકોને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ અને તલાટી કમ મંત્રી એ મદદરૂપ બની માનવતા મહેકાવી હતી… સુરતના કીમ નજીક ઔદ્યોગિક એકમોમાં પ્ ર પ્રાંતીય હજારો શ્રમિકો કામ કરી રહ્યા છે ઉપરોક્ત શ્રમીકોને વતન જવા માટે સરકારી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરતા આ શ્રમિકો પગપાળા ચાલતા જઈ રહ્યા છે જેમા બે દિવસ પહેલા બિહાર રાજ્યના છ પરા જિલ્લાના 27 શ્રમિકો કીમ થી ઉમરપાડા થઈ મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડ ર પહોંચ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર રાજ્યમાં તેઓ પ્રવેશ કરે તે પહેલા શ્રમીકોને ગુજરાતની બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવ્યા હતા તેઓને આગળ જવાનો કોઇ વિકલ્પ ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતા આ સમયે ચોખવાડા ગામના સેવાભાવી સરપંચ હરિ સિં ગ ભાઈ વસાવા અને તલાટી કમ મંત્રી નીતેશ ભાઈ સોલંકી એમની મ દ દે આવ્યા હતા. ભૂખ્યા-તરસ્યા શ્રમીકોને આશરો આપ્યો હતો ત્યારબાદ પોતાના વાહનો માં મફત કીમ ખાતે મૂકી ગયા હતા અને ટ્રેન મારફત તેઓને પહોંચવાની વ્યવસ્થા કરી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *