રિટાયર્ડ કલેકટર જગતસિંહ વસાવાએ જરૂયાતમંદોને અનાજની કીટનું વિતરણ કર્યું.
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : સુરત જીલ્લામાં હજુ પણ સેવાનો ધોધ હજુ પણ અવિરત પણે વર્ષી રહ્યો છે. જિલ્લામાં સેવાભાવિ સંસ્થા તેમજ સેવાભાવી આગેવાનો દ્વારા લોકોને જરૂરિયાત મુજબ સેવા આપી રહ્યા છે. ત્યારે સાર્વજનિક હાઈસ્કૂલ વાડી ના ટ્રસ્ટી એવા રિટાયર કલેકટર જગતસિંહ વસાવા તરફથી ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે ૮૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકાના ઝરપણ ગામે અત્યંત ગરીબ તેમજ વિધવા મહિલાઓને આજે ઝરપણ ગામે કાંદા બટાકા ચોખા પરચુરણ રસોડાના સામાનની અંદાજીત ૮૦ જેટલી જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટ આપી લોકડાઉન દરમિયાન આપત્તિ માં મુકાયેલ શ્રમજીવી ગરીબ પરિવાર ના વ્હારે આવી તેમને મદદ કરી હતી. તેમની આ કામગીરી ગામના વિધવા વડીલો યુવાનો ઓએ આવકારી હતી. અને તેમને મદદ કરવા બદલ ગામ લોકોએ શુભેચ્છા પાઠવી હતી.
