બારડોલી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એલ.સી.બી., એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ તથા અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમા નોંધાયેલ એન.ડી.પી.એસ.ના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- ભરત મંગલસિંગ નાઇક ઉ.વ.૨૧ રહે-રાયગઢ નિશાળ ફળીયુ તા.નિઝર જી.તાપીને તા.૨૫/૧૧/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ/ ફર્લો સ્કોડ-તાપીના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
