શંકાસ્પદ ઇલેકટ્રીક તાર અને ઇલેટ્રીક વાયરો સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી એન,જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ ખાનગી બાતમી આધારે હકિક્ત મળેલ છે કે, પનિયારી ગામ નિચલા ફળીયામાં રહેતા સંજયભાઇ લક્ષ્મણભાઇ ગામીત ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.પનિયારી ગામ નિચલુ ફળીયું તા.વ્યારા જી.તાપીએ પોતાના ઘરની પાસે ઝાડી ઝાખરાવાળી વાડમાં જી.ઇ.બી.ના ઇલેકટ્રીક એલ્યુમેનિયમના તાર તથા ઇલેકટ્રીક વાયરો સંતાડી મુકેલ છે. બતામી આધારે તપાસ કરતા આ જગ્યાએથી ત્રણ જી.ઇ.બી.ના ઇલેકટ્રીક એલ્યુમેનિયમના તાર મળી આવેલ જે તારનો વજન કરી જોતા આશરે ૧૫ કિલ્લો ગ્રામ જેટલો છે જે એક કિ.ગ્રામની કિ.રૂ.૨૦૦/- કુલ-૧૫ કિ.ગ્રામ ની કિ.રૂ.૩૦૦૦/- તથા એક મીણિયા કોથળીમાંથી ઇલેકટ્રીક વાયરો અલગ અલટ કરલના કુલ્લે નંગ-૮ છે જેનું કુલ-૧૧ કિ.ગ્રામ જે એક કિ.ગ્રામની કિ.રૂ.૨૫૦/- કિ.રૂ.૨૭૫૦/- મળી કુલ્લે કિ.રૂ.૫,૭૫૦/- નો મુદામાલ મળી આવેલ આરોપીની ઉપરોકત્ત મળી આવેલ જી.ઇ.બી.ના ઇલેકટ્રીક એલ્યુમેનિયમના તાર અને વાયરો કયાંથી લઇ આવેલ જે બાબતે પુછતા કોઇક જગ્યાએથી લઇ આવેલ જગ્યાની માલિકી અંગે કોઇ ફળદાયક હકિકત્ત જણાવતો ના હોય જેથી આ વાયરો કોઇ છળકપટથી મેળવેલ હોવાનો પુરતો શકવહેમ હોય જેથી જી.ઇ.બીના તારનો તથા ઇલેકટ્રીક વાયરો કુલ્લે નંગ-૮ મળી કુલ્લે-૨૬ કિ.ગ્રા. કિ.રૂ.૫,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી સંજયભાઇ લક્ષ્મણભાઇ ગામીત રહે.પનિયારી ગામ નિયલુ ફળીયું તા.વ્યારા જી.તાપીને તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહિ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) ત્રણ જી.ઇ.બી.ના ઇલેકટ્રીક એલ્યુમેનિયમના તાર નંગ-૦૩ કુલ વજન -૧૫ કિ.ગ્રામ ની આશરે કિ.રૂ.૩૦૦૦/-
(૨) ઇલેકટ્રીક વાયરો અલગ અલટ કરલના કુલ્લે નંગ-૮ છે કુલ વજન -૧૧ કિ.રૂ.૨૭૫૦/- મળી કુલ્લે-૨૬ કિ.ગ્રા. આશરે કિ.રૂ.૫,૭૫૦/-
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી.,ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી.એન.જી. પાંચાણી, જી.તાપી તથા એ.એસ.આઇ ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ નોકરી એલ.સી.બી તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.