તાપી જિલ્લામાં ૧૯મી નવેમ્બર વિશ્વ શૌચાલય દિનની ઉજવણી કરાઇ
મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજુરી પત્ર એનાયત
–
સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ અંગે ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) ની બેઠક યોજાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯. તાપી કલેકટર સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન. શાહની ઉપસ્થિતીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા ૧૯મી નવેમ્બર “હમારા શૌચાલય, હમારા સન્માન”ની થીમ સાથે “વિશ્વ શૌચાલય દિવસ”ની જિલ્લા કક્ષાની કરાઇ હતી. આ ઉજવણીમાં પદ્મશ્રી રમીલાબેન ગામીત,નિવાસી અધિક કલેકટર આર.આર. બોરડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતી પટેલ સહિત વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્યક્તિગત શૌચાલયના લાભાર્થીઓને મંજુરી હુકમ પત્ર એનાયત કરાયા હતા. ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટરશ્રી ડો.ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામા આવતા સામુહિક શૌચાલયોમાં પાણી સહિતની પુરતી સુવિધાઓ પુરી પાડવા અને આવી જગ્યાઓએ ખાસ સ્વચ્છતા જાળવવા સહિતની કામગીરી કરવા સુચનો કર્યો હતો. નાગરીકોને પણ અનુરોધ કરતા જણાવ્યું હતુ કે,જો સામુહિક શૌચાલયો કોઇ પણ કારણસર બિનઉપયોગી બને તો તેની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું.
વધુમાં ઉમેર્યુ હતુ કે આજથી આગામી ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનાર કેમ્પઇનમાં જિલ્લા અને તાલુકા-ગ્રમ્ય સ્તારે વિવિધ પ્રવૃતિઓ થનાર છે. આ કામગીરી ફક્ત આ દિવસો પુરતી ન રહેતા સતત ચાલુ રહે અને આ કેમ્પેઇન સાર્થક નીવડે તે મુજબની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ સહિત યોજાયેલ સ્વચ્છ ભારત મશિન-ગ્રામીણ ફેઝ-રના સુચારૂ અમલીકરણ માટે તાપી ડીસ્ટ્રીકટ વોટર એન્ડ સેનીટેશન મિશન (DWSM) સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળશકિત મંત્રાલય, ભારત સરકારના આપવામાં આવેલ લક્ષ્યાંકો તથા તાપી જિલ્લામાં સ્વચ્છતા જાળવી રાખવાના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ તથા સરપંચશ્રીઓ, લાભાર્થી ભાઇ બહેનો ઉપસ્થિતી રહ્યા હતા.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.