પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને મળેલ બાતમી આધારે અજીતકુમાર દેસાઇ પેટ્રોલપંપ વ્યારા ખાતેથી કાકરાપાર પો.સ્ટે.મા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- મેઘેશભાઇ રમેશભાઈ ગામીત ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.ગોરીયાગામ લોટરવા રોડ તા.વ્યારા જી.તાપીને તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાકાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ તથા પેરોલ ફમર્લો સ્કોડના અ.પો.કોન્સ ધનંજયભાઇ ઇશ્વરભાઇ, અ.પો.કોન્સ. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
