વૃદ્ધાશ્રમનાં લાભાર્થે વ્યારાનાં કોટ વિસ્તારમાં મહાપરુણ કથાનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા નગરમાં કોટ વિસ્તારના દક્ષિણ ફળિયામાં શ્રી મહાકાલેશ્વર મંદિર ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમના ભગીરથ કાર્ય માટે તા.6ઠ્ઠી નવેમ્બરથી તા.14 મી નવેમ્બર દરમિયાન અપના ઘર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ.પૂ. ગણેશબાપુ (સુરતવાળા)ના મુખારવિંદે સંગીતમય શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે. કથા દરરોજ બપોરે 2 થી 5 કલાક સુધી ચાલશે. જે દરમિયાન શિવ મહાપુરાણ, મહાશિવરાત્રી મહિમા, શિવલિંગ પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટ્ય, ગણેશ વિવાહ, બાર જ્યોર્તિર્લિંગની મહિમા તથા પૂજા સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે. કથા પૂર્વે તા.6-11-2024 ના રોજ બપોરે 12-39 કલાકે કાનપુરા ગાર્ડન હોમ સોસાયટીથી કથા સ્થાન સુધી પોથી યાત્રા કાઢવામાં આવશે. કથાનું રસપાન કરવા આયોજકો દ્વારા જાહેર જનતાને આમંત્રિત કરવામાં આવ્યા છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
