વ્યારામાં ATM ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી આરોપીઓને રોકડા રૂપીયા સહિત કુલ રૂ. ૫,૮૭,૮૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોડ/એસ.ઓ.જી. તાપી તથા સુરત ગ્રામ્ય ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ૩/૦૦ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ મોજે.૯૯/૧ ગોવિંદ ક્રુપા, કાનપુરા, મેઇન રોડ, વ્યારા તા.વ્યારા જી.તાપી ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના હિટાચી કંપનીના બે ATM મશીન કોઇ કટર કે કોઇ હથિયાર વડે કાપી બે ATM માં જમા કુલ્લે રૂપિયા ૪૪,૦૧,૪૦૦/- ની ચોરી કરી તેમજ બે ATM મશીનના રૂપિયા ૪,૦૦,૦૦૦/- નુ નુકશાન કરી નાશી ગયેલ હોય જે બાબતે વ્યારા પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૪૨૦૦૨/૨૦૨૪, ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨), ૩૨૪(૫), ૩૩૪(૧), ૩૨૬(જી) મુજબનો ગુનો નોધાયેલ છે.

ઉપરોક્ત અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા મહે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરતે સુચના આપેલ હોય જે સુચના આધારે મહે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી, તાપી તથા મહે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાની નિગરાની તથા સીધા માર્ગદર્શન હેઠળ નીચે મુજબની ટીમો બનાવવામાં આવેલ

બનાવેલ તપાસ ટીમો:-

(૧) પો.ઇન્સ. શ્રી એન.એસ. ચૌહાણ, વ્યારા પો.સ્ટે., તથા તેમની ટીમ

(૨) પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહિલ, પો.સ.ઈ. શ્રી જે.બી.આહિર, પો.સ.ઇ. શ્રી એન.જી. પાંચાણી, પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, LCB/પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી તથા તેમની ટીમ.

(૩) પો.ઇન્સ. શ્રી કે.જી. લીંબાચીયા, પો.સ.ઇ. શ્રી એન.પી. ગરાસીયા, SOG, જી.તાપી તથા ટીમ

(૪) પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, જીલ્લા LIB, જી.તાપી અને પો.સ.ઇ. શ્રી ડી.આર. પ્રજાપતિ, રીડર

(૫) પો.ઇન્સ. શ્રી આર.બી. ભટોળ, પો.ઇન્સ. શ્રી એ.એસ. ચોહાણ, પો.ઇન્સ. શ્રી બી.જી. ઇશરાણી, પો.સ.ઇ. શ્રી એલ.જી. રાઠોડ, પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરીયા, સુરત ગ્રામ્ય

(૬) પો.ઇન્સ.શ્રી ઉત્સવ બારોટ, એલ.સી.બી., જી.વલસાડ તથા તેમની ટીમ

(૭) પો.ઇન્સ. શ્રી વી.જે. જાડેજા, એલ.સી.બી., જી.નવસારી તથા તેમની ટીમ

(૮) પો.સબ ઇન્સ. શ્રી કે.જે. નિરંજન, એલ.સી.બી., જી. ડાંગ તથા તેમની ટીમ

પ્રથમ બાતમી:-

પો.ઇન્સ.શ્રી, આર.બી. ભટોળ, પો.ઇન્સ. શ્રી એ.એસ. ચોહાણ, પો.ઇન્સ. શ્રી બી.જી. ઇશરાણી, પો.સ.ઇ. શ્રી એલ.જી. રાઠોડ, પો.સ.ઇ. શ્રી એમ.આર. શકોરીયા, હે.કો. રાજદીપસિંહ મનસુખભાઈ સુરત ગ્રામ્ય.

પકડાયેલ આરોપી:-

(૧) પ્રશાંતભાઇ ઉર્ફે પશીયો રામુભાઇ પવાર, ઉ.વ.૨૫, રહે. સુરાલી માર્કેટ યાર્ડ પાછળ, મઢી, તા.બારડોલી જી.સુરત, મુળ રહે.આંબેડકર ચોક ધુલીયા જી.ધુલીયા (મહારાષ્ટ્ર)

(૨) લાલસીંગ મોતીલાલ દોહારી, ઉ.વ.૨૭, રહે. ગામ- તરસાડા, ભાથીજી મંદીર પાસે, તા.માંડવી, જી.સુરત મુળ રહે.ગામ-બંધાકા, પુલવા ધનવપુર, પોસ્ટ.-આયાના, થાના.આયાના, જી.ઓરૈયા, (યુ.પી.)

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) પ્રશાંતભાઇ ઉર્ફે પશીયો રામુભાઇ પવાર-

(૧) બારડોલી ગ્રામ્ય પો.સ્ટે. ગુ.ર.નં.-૫૯૬/૨૦૨૪, BNS ની કલમ ૩૦૩(૨) મુજબ (૨) બારડોલી ગ્રામ્ય પો.સ્ટે. ગુ.૨.નં.- ૫૧૩/૨૦૨૪, BNS ની કલમ ૨૮૧ મુજબ

(૩) કામરેજ પો.સ્ટે. ગુ.ર.નં.-૦૮૦/૨૦૨૪, ઇ.પી.કો. ક. ૨૭૯, M.Vએક્ટ કલમ ૧૭૭, ૧૮૪

(૪) કિમ પો.સ્ટે. ગુ.૨. નં.- ૦૦૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨) લાલસીંગ મોતીલાલ દોહારી-

(૧) પલસાણા પો.સ્ટે. ગુ.ર.નં.- ૩૪/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૨) કિમ પો.સ્ટે. ગુ.ર. નં.- ૦૦૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૩) માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.- ૯૧૮/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

(૪) માંડવી પો.સ્ટે. ગુ.ર.નં.- ૦૬૫/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ

(૫) બારડોલી પો.સ્ટે. ગુ.ર.નં.- ૫૨૭/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૧૮૮, ૨૬૯ મુજબ

(૬) કડોદરા પો.સ્ટે. ગુ.ર.નં.- ૫૫૯/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૪૨૭

(૭) બારડોલી ગ્રામ્ય પો.સ્ટે. ગુ.૨.નં.- ૫૯૬/૨૦૨૪, BNSની કલમ ૩૦૩(૨) મુજબ (વોન્ટેડ)

ગુનાની એમ.ઓ :-

(૧) ગાર્ડ વગરના ATMની રેકી કરી ટાર્ગેટ નકકી કરવો

(૨) પોતાની ઓળખ છુપાવવા ચહેરા પર બુકાની બાંધી ATMના C.C. T.V. કેમેરા પર સ્પ્રે કરવો

(3) ગેસ કટરથી ATM કટીંગ કરી ચોરી કરવી

(૪) આ પ્રકારના ગુનામાં પરપ્રાંતીય આરોપીઓને બોલાવી ગુના આચરવા.

વોન્ટેડ આરોપી:- ૦૩

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) ATM માંથી ચોરીમાં ગયેલ રૂપિયા પૈકી રોકડા રૂ! ૪,૬૪,૮૫૦/-

(૨) ગુનામાં વપરાયેલ વાહન ટાટા સુપર ACE ટેમ્પો નં.- GJ-19-U-1952 કિં. રૂ! ૧,૦૦,૦૦૦/-

(૩) ગુનામાં વપરાયેલ બજાજ પ્લેટીના મો.સા.નં.- GJ-5-HM-8177 કિં. રૂ! ૧૦,૦00/-

(૪) ATM પ્લાસ્ટીકની ખાલી કેશ ટ્રે નંગ-૦૭, કિં. રૂ! ૦૦/-

(૫) ઓક્સીજનનો બાટલો, નંગ-૦૧, કિં. રૂ! ૩,૦૦૦/-

(૬) મોબાઇલ ફોન નંગ-૦૨, કિં. રૂ! ૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ! ૫,૮૭,૮૫૦/- નો મુદ્દામાલ

શોધાયેલ ગુનાઓ :-

(૧) વ્યારા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦ ૧૨૪૨૦૦૨/૨૦૨૪, ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૨૪(૫), ૩૩૪(૧) મુજબ

(૨) રાજકોટ શહેર બોલેરો ચોરી કરી ATMની રેકી કરી ATM કાપવા માટેનો સામાન એકત્ર કરી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

શ્રી રાહુલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા શ્રી પી.જી. નરવાડે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારાની નિગરાની તથા સીધા માર્ગદર્શન હેઠળ

(૧) પો.ઇન્સ. શ્રી એન.એસ. ચૌહાણ, વ્યારા પો.સ્ટે., તથા તેમની ટીમ (૨) પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહિલ, પો.સ.ઇ. શ્રી જે.બી. આહિર, પો.સ.ઇ. શ્રી એન.જી. પાંચાણી, પો.સ.ઇ. શ્રી એન.એસ. વસાવા, LCB/પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપી તથા તેમની ટીમ. (૩) પો.ઇન્સ. શ્રી કે.જી. લીંબાચીયા, પો.સ.ઇ. શ્રી એન.પી. ગરાસીયા, SOG, જી.તાપી તથા ટીમ (૪) પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, જીલ્લા LIB, જી.તાપી અને પો.સ.ઇ. શ્રી ડી.આર. પ્રજાપતિ, રીડર.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *