નિઝર પોલીસ દ્વારા અનાથ તથા દિવ્યાંગ બાળકો સાથે દિવાળી તહેવારની ઉજવણી
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : શ્રી રાહુલ પટેલ, પોલીસ અધિક્ષક સાહેબશ્રી તાપી તથા શ્રી આઇ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નિઝર વિભાગ, નિઝરની સુચના આધારે નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વી.કે. પટેલ સાહેબશ્રી તથા પોલીસ સ્ટાફ, જી.આર.ડી. / હોમગાર્ડ સભ્યો દ્વારા આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેલદા ગામે ૧૪ જેટલા અનાથ તથા દિવ્યાંગ બાળકોને દિવાળી તહેવાર અનુસંધાને નવા કપડા તથા મિઠાઇ આપવામાં આવી તેમજ સિનિયર સિટીઝન (૧) મોગીબેન તથા (૨) હુપીબેનને સાડી તથા મિઠાઇ આપી દિવાળી તહેવારની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ બાળકો સાથે ફટકડા ફોડી દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
