લોક સાહિત્ય કલાકારે ડાયરામાં આદિવાસી સમાજનું અપમાન કરાતા ડાંગનાં સામાજિક કાર્યકર દ્વારા ફરિયાદ અપાઈ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : આજે તારીખ 24/010/2024 ના રોજ આહવા પોલીસ સ્ટેશન ખાતે લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવા ફરિયાદ કરવામાં આવેલ જેમાં મોતીલાલભાઈ ચૌધરી, સ્નેહલ ભાઈ ઠાકરે, મનીષભાઈ મારકણા દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવી.
સ્નેહલ રામુભાઈ ઠાકરે સામાજિક કાકાર્યકર છે અને એમણે ફરિયાદ આપી છે કે, આજે શોષિયલ મીડિયાનાં માધ્યમથી lok dayro નામના ID લિંક. https://www.facebook.com/share/v/9VrqmwCL6qDon44Z/ પર લોક સાહિત્ય કલાકાર રાજભાઈ ગઢવીનો એક ડાયરાનો વિડિઓ અપલોડ થયેલ છે. જે વિડિઓ હું શોષિયલ મીડિયામાં જોયો જેમાં આદિવાસી સમાજ અપમાન થયેલ છે જેમાં ભારત દેશ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતના ખાસ કરી ને ડાંગ આહવાનાં જંગલોમાં જંગલી, લૂંટારુ,અને કેટલાય ને લૂંટી લીધા અને કપડાં કાઢી લીધા જેવા શબ્દો નો લોક ડાયરાનાં જાહેર મંચ ઉપર શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ડાંગનાં આદિવાસી સમાજ માટે આ શબ્દ કલંક રૂપ સમાન છે. જે આ બાબતે ડાંગ જીલ્લાનાં આદિવાસી સમાજ જાહેર બદનામ કરવાનું કૃત્ય કરેલ છે. અને આદિવાસી સમાજને બદનામ કરવાનું કાવતરું જેવા શબ્દનો પ્રયોગ કરેલ જેથી ડાંગ જીલ્લા આદિવાસી સમાજ વતી આ ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એકટ મુજબ FIR કરી ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે. વધુમાં જણાવવાનું કે જો આ બાબતે FIR નોંધવામાં નહીં આવે તો ડાંગ જીલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા આપની કચેરીનો ઘેરાવો કરી ધરાણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.