દાહોદ મામલતદારને NPCના નેજા હેઠળ માહિતી ખાતાના નિનેશ ભાભોર વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દાહોદની મામલતદાર કચેરી ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનના NPC ના નેજા હેઠળ તારીખ 23.10 2024 ના રોજ સવારે 11:00 કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યુ છે. દાહોદના પત્રકારો દ્વારા નેશનલ એસોસિએશનના દાહોદ જિલ્લા પ્રભારી કેતન ભટ્ટ, દાહોદ જિલ્લા પ્રમુખ કુલદીપ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા માહિતી નિયામક અધિકારી નિનેશ ભાભોર દ્વારા વિકલી પેપર ના તંત્રીઓની સામે ખોટા આક્ષેપો કરે છે. સરકારી માહિતી whatsapp ગ્રુપમાં ખોટા ખોટા પત્રકારોને વિરુદ્ધ બદનામ કરવાના મેસેજો ફોરવર્ડ કરે છે. પત્રકારોને ખોટી રીતે બદનામ કરીને નુકસાન કરતા આવેલ છે. તંત્રીઓને પેપર બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા આવેલ છે. આવા ભ્રષ્ટ અધિકારી પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી સરકારશ્રી અને માહિતી ખાતાને પણ બદનામ કરી નુકસાન કરે છે. તાપી જિલ્લાન હાલના માહિતી અધિકારી તાપી જિલ્લામાં પત્રકારોમાં અંદરો અંદર વિવાદ ઊભો કરાવે છે. આવા કાયમ માટે વિવાદિત અધિકારીથી તાપી જિલ્લાના તમામ પત્રકારો ત્રાસી ગયા છે અને તાપી જીલ્લાના માહિતી નિયામક નિનેશ ભાભોરની વહેલી તકે બદલી કરવામાં આવેની માંગ સાથે પત્રકારોએ આજરોજ દાહોદ ખાતે આવેદનપત્ર આપ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.