પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા ખાતે કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા માન. કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી. પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, કેવીકે તાપી અને આત્મા તાપીના સંયુક્ત ઉપક્રમે તા.૨૩/૧૦/૨૦૨૪ ના રોજ ખેડૂત દિન -વ -ડાંગર પાક પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૫૦૦ થી વધુ ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ ડો. ઝેડ. પી. પટેલ, માન. કુલ્પતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા મહિલા ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિવિધ ખેતી કાર્યોને બિરદાવ્યા હતા. વધુમાં તેમણે જમીન સુધારણા માટે તથા જમીનમાં કાર્બનની માત્રા વધારવા માટે બાયોચારની ઉપયોગીતા વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડો. ઝેડ. પી. પટેલ એ બાયોચાર થકી કૃષિક્ષેત્રે ક્રાંતિ લાવી શકીએ એમ છે જે કાળી ક્રાંતિના નામે પ્રચલિત થશે એવું વિઝન પ્રદર્શિત કર્યું હતું. વધુમાં મહિલા ખેડૂતોએ શરૂ કરેલ ગૃહઉદ્યોગો થકી ઉત્પાદિત મૂલ્ય વર્ધિત બનાવટોને યોગ્ય પેકેજીંગ કરી વેચાણ કરે જેથી યોગ્ય મૂલ્ય મળી શકે એ માટે કૃષિ વિભાગો અને કેવીકે તાપીને વિવિધ જાગૃતતા કાર્યક્રમો યોજવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્રના ફાર્મની મુલાકાત કરવામા આવી હતી.
કાર્યક્રમનાં મુખ્ય મહેમાન શ્રી વી. એન. શાહ(IAS), જીલ્લા વિકાસ અધિકારીશ્રી, તાપીએ કૃષિક્ષેત્રે રસાયણોનો ઉપયોગ ઘટે અને સ્વાસ્થ્યવર્ધક ખેત ઉત્પાદનો મેળવતા થાય એ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં તેમણે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે બાયોચારના ઉપયોગ કરવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.
ડો. ટી. આર. અહલાવત, માન. સંશોધન નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારીએ ખેડૂતોને જુદા જુદા પાકો ઉપર થતાં સંશોધન વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. વધુમાં તેમણે પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્રનાં વિવિધ સંશોધન લક્ષી કાર્યોને બિરદાવ્યા હતા.
ડો. એચ. આર. શર્મા, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારી દ્વારા કરવામાં આવતી કૃષિ વિસ્તરણની પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરી ડાંગરના પાકના અવકાશ અને વાતાવરણ આધારિત જાતો અપનાવવા હાંકલ કરી હતી.
ડો. વી. પી. પટેલ, સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, ન. કૃ. યુ. વ્યારા, તાપીએ ડાંગરની નવી વિકસાવેલી જાતો વિશે ખેડૂતોને માહિતગાર કરી વિસ્તાર આધારિત ડાંગરની જાત પસંદગી વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે ડાંગરના બીજ ઉત્પાદન વિશે અને ડાંગરની વિવિધ જાતોની ઉપયોગીતા વિશે સમજણ આપી હતી.
ડો. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે તાપી એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે માહિતગાર કરી ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો મહત્તમ લાભ લે એ માટે પહેલ કરી હતી. વધુમાં ડૉ. પંડ્યાએ ખેડૂતોને પડતી સમસ્યાઓના નિરાકરણ માટે કરવામાં આવતી વિસ્તરણ પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શીત કર્યા હતા.
ડો. બી. કે. દાવડા, સહ સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર, સુરતએ જુવારના પાકની મહત્વતા અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જુવારના વિસ્તાર આધારિત જાતોની સમજણ આપી ઉત્પાદન વધારવાના મહત્વના પાસા ઓ વિશે ચર્ચા કરી હતી.
શ્રી એન. જી. ગામીત, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ, સુરત દ્વારા ખેડૂતોને ડાંગરની વિવિધ નવી વિકસાવેલી જાતો વિશે જાણકારી આપી વાતાવરણની પરિસ્થિતિઓમાં ટકી શકે એવી જાતો અપનાવવા હાકલ કરી હતી. વધુમાં તેમણે પીએમ સમ્માન નિધિ યોજના વિશે જાણકારી આપી હતી તેમજ આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂતોલક્ષી કાર્યો વિશે અવગત કર્યા હતા.
ડો. હેમિલ જોષી, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, દરિયા કાંઠા ક્ષાર ગ્રસ્ત જમીન સંશોધન કેન્દ્ર, દાંતી ઉભરાટ દ્વારા બાયોચાર અને તેની ઉપયોગીતા વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે બાયોચાર થી જમીન સુધારણા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સદર કાર્યક્રમમાં શ્રી કિરિટભાઇ પટેલ, સંયુકત ખેતી નિયામકશ્રી, સુરત, શ્રી સી. સી. ગરાસ્યા, જીલ્લા ખેતી અધિકારીશ્રી-તાપી, શ્રી એ. કે. પટેલ, પ્રોજેકટ ડાયરેકટર આત્મા-તાપીએ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પુરુ પાડયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા અને આભારવિધી પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) દ્વારા કરવામાં આવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.